Lux સાબુને ઘરે-ઘરે ફેમસ કરવા શું કરવામાં આવ્યું? જાણો લક્સ કઈ રીતે બની ગયો સુપર બ્રાન્ડ
ભારતમાં લક્સ સાબુના પ્રમોશન માટે કંપનીએ મધુબાલા, માલા સિંહા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા, રાની મુખર્જી, અમીષા પટેલ, કરીના કપૂર, તબ્બુ, કેટરીના કૈફ, શ્રીયા શરણ, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, અસિન જેવા જાણીતા સિતારાઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા.
Trending Photos
નવી દિલ્લીઃ એક સાબુ છે જેનું નામ અને કિંમત દરેક ભારતીયને ખબર છે. એટલું જ નહીં આ સાબુની ખુશબૂ અને આકાર પણ લગભગ બધા જાણે છે. જી, હા આ સાબુનું નામ છે લક્સ. લક્સ સાબુ બ્રિટીશ કંપની યુનિલીવરની સહાયક કંપની હિંદુસ્તાન યુનિલીવરની એક લોકપ્રિય બ્રાન્ડ છે. આમ તો હિંદુસ્તાન યુનિલીવરની એક-એક પ્રોડક્ટ ભારતના ખૂણે-ખૂણામાં કરવામાં આવે છે. પકંતુ લક્સ સાબુની વાત જ કંઈક અલગ છે. લક્સ સાબુ, કંપનીની તે પ્રોડક્ટ્સમાંથી એક છે. જેને ભારતના લગભગ તમામ ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને ભારતની આ સૌથી લોકપ્રિય સાબુ બ્રાન્ડ વિશે એવી કેટલીક માહિતી જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
આખરે કેવી રીતે ઘર-ઘરની પસંદ બન્યો લક્સ સાબુ:
આખરે હિંદુસ્તાન યુનિલીવરે લક્સ સાબુની સાથે એવું શું કર્યું કે તે ઘર-ઘરની પસંદ બની ગયો. જોકે કંપનીએ તેને ઘર-ઘરની પસંદ બનાવવા માટે જોરદાર પ્રમોશન કર્યું. દેશની મોટી-મોટી હસ્તીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સૌથી ખાસ વાત એ છે કે તેણે દેશની સામાન્ય જનતાનું પણ ધ્યાન રાખ્યું. કહેવાનો સીધો અર્થ એ છે કે ઘર-ઘર સુધી પહોંચવા માટે તેનું બજેટ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તેની સાથએ જ ઓછા પૈસામાં તમે કેવી રીતે તમારી પ્રોડક્ટને બીજી પ્રોડક્ટથી સારી બનાવી શકો છો. કંપનીએ આ બધી વાતોનું બહુ બારીકાઈથી ધ્યાન રાખ્યું અને પોતાના ઉદ્દેશ્યમાં સફળ થઈ. આ જ કારણ છે કે આટલી મોંઘવારીમાં પણ માત્ર 10 રૂપિયામાં લક્સ સાબુ સરળતાથી નાની દુકાન પર મળી જાય છે.
હોલીવુડની આ હસ્તીઓએ કર્યો હતો પ્રચાર:
લક્સ સાબુની એવી બ્રાન્ડ છે જેણે પોતાના પ્રચાર માટે હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના ટોપ સેલિબ્રિટીનો સાથ મળ્યો. યૂનિલીવરે વિદેશમાં પોતાના સાબુના પ્રચાર માટે પોલ ન્યૂમેન, ડોરોથી લેમોર, જોન ક્રોફર્ડ, લોરેટ લિજ, જૂડી ગારલેન્ડ, શેરિસ લેન્ડ, જેનિફર લોપેઝ, એલિઝાબેથ ટેલર, ડેમી મૂર, સારા જેસિકા પાર્કર, કેથરીન જેટા જોન્સ, રેચલ વાઈઝ, એની હેથવે અને મેરિલીન મનરો જેવા દિગ્ગજ હોલીવુડ સ્ટાર્સની મદદ લીધી.
ભારતમાં પ્રમોશન માટે આ કલાકારોને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર:
બીજી બાજુ ભારતમાં લક્સ સાબુના પ્રમોશન માટે કંપનીએ મધુબાલા માલા સિંહા, હેમા માલિની, શ્રીદેવી, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, પ્રિયંકા ચોપરા, રાની મુખર્જી, અમીષા પટેલ, કરીના કપૂર, તબ્બુ, કેટરીના કૈફ, શ્રીયા શરણ, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, અસિન જેવા જાણીતા સિતારાઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. અલગ-અલગ સ્ટાર્સ પાસેથી પ્રમોશન કરાવવા પાછળનો કંપનીનો એક બહુ સીધો ફંડા હતો. જે સમયે જે કલાકાર સૌથી વધારે ચર્ચામાં રહ્યા. કંપનીએ તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લીધા. જેણે દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચવામાં કંપનીની ફોર્મ્યૂલાને સુપરહિટ સાબિત કરી દીધી.
કોણે શરૂ કરી હતી યુનિલીવર કંપની:
વિલિયમ લીવર અને જેમ્સ ડોર્સી લીવર નામના બે ભાઈઓએ મળીને વર્ષ 1885માં લીવર બ્રધર્સ નામની સાબુ બનાવવાની એક નાની કંપની શરૂ કરી. પછી લીવર બ્રધર્સ નામની આ કંપની યુનિલીવર બની ગઈ. કંપનીએ સૌથી પહેલાં લોન્ડ્રીમાં ઉપયોગમાં આવતાં સાબુથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. પછી સામે આવ્યું કે કંપનીનો આ સાબુ મહિલાઓ નહાવામાં ઉપયોગ કરે છે. પછી શું હતું? લીવર બ્રધર્સે પોતાના નાના બિઝનેસને ઉંચાઈએ લઈ જવા માટે વિલિયમ હોફ વોટ્સન નામના એક કેમિસ્ટને પોતાના પાર્ટનર બનાવ્યા અને લોન્ડ્રીમાં ઉપોયગ થનારા સાબુમાં ગ્લિસરીન અને પામ ઓઈલ મિક્સ કરીને તેને મનમોહન ખુશબૂવાળો અને ફીણવાળો ટોઈલેટ સોપ બનાવી દીધો.
ક્યારેક હની શોપ અને પછી સનલાઈટ નામથી વેચાતો હતો લક્સ સાબુ :
લીવર બ્રધર્સે પોતાના આ ટોઈલેટ સોપને હની સોપના નામથી રજૂ કર્યો અને પછી તેને બદલીને સનલાઈટ નામ કરી દીધું. કંપનીના આ સાબુને ઘણી લોકપ્રિયતા મળી. જેના પછી તેનું નામ લક્સ કરી દીધું. લક્સ નામ કરવાની પાછળ એક બીજું કારણ એ હતું કે લોકોને લક્ઝરીનો અહેસાસ અપાવવો. ભારતમાં લક્સ સાબુની એન્ટ્રી વર્ષ 1909માં સનલાઈટ નામથી જ થઈ ગઈ હતી. તે સમયથી સાબુ અનેક લેયરમાં આવતો હતો. લક્સે અમેરિકામાં 1925માં એન્ટ્રી મારી અને ત્યાં પણ છવાઈ ગયો. આજના સમયમાં જોવામાં આવે તો લક્સને કોઈપણ પ્રમોશનની જરૂરિયાત નથી. પરંતુ કંપની પોતાના છબિમાં કોઈ ફેરફાર કરવા માગતી નથી. જે રીતે આ કંપની પહેલા પણ મોટા-મોટા સ્ટાર્સ પાસે પોતાના સાબુનું પ્રમોશન કરાવતી હતી. આજે પણ તે જ રીતે લક્સનું પ્રમોશન થઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે