પાકિસ્તાનને મોટો ઝટકો, સાઉદી અરબે ખતમ કર્યા વર્ષો જૂના ઓઇલના વેપાર સંબંધો

સાઉદી અરબે પાકિસ્તાન (Pakistan) ની સાથે પોતાનો વર્ષો જૂના સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. કાશ્મીર પર જોકે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના એક વિવાદિત નિવેદન બાદ જ બંને દેશોના સંબંધોમાં ખટાસ આવવાનું શરૂ થઇ ગઇ હતી.

પાકિસ્તાનને મોટો ઝટકો, સાઉદી અરબે ખતમ કર્યા વર્ષો જૂના ઓઇલના વેપાર સંબંધો

ઇસ્લામાબાદ/રિયાદ: સાઉદી અરબે પાકિસ્તાન (Pakistan) ની સાથે પોતાનો વર્ષો જૂના સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. કાશ્મીર પર જોકે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના એક વિવાદિત નિવેદન બાદ જ બંને દેશોના સંબંધોમાં ખટાસ આવવાનું શરૂ થઇ ગઇ હતી. સાઉદી અરબ (Saudi Arabia) પાસેથી સાથ ન મળ્યા પછી કુરૈશીએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ રિયાદે આ નિર્ણય લીધો છે. બે દિવસ પહેલાં રિયાદે ઇસ્લામાબાદને ક્રૂડ ઓઇલ (Crude Oil)ની સપ્લાઇ અને લોન આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મીડલ ઇસ્ટ રિપોર્ટરના એક સમાચાર અનુસાર રિયાદ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ હવે પાકિસ્તાને પણ સંબંધોને ખતમ કરવા માટે કહી દીધું છે.

10 ઓગસ્ટે લીધો હતો આ નિર્ણય
10 ઓગસ્ટના રોજ સાઉદી અરબે પાકિસ્તાન (Pakistan)ને આપેલા એક બિલિયન ડોલરની લોનને પરત આપવા માટે કહ્યું હતું. પાકિસ્તાને નક્કી સમયથી ચાર મહિના પહેલાં જ પરત આપી દીધી. તેમછતાં સાઉદી આરબનું દિલ માનતું નથી અને પાકિસ્તાનની ઓઇલ સપ્લાઇ રોકી દીધી છે. 

જોકે સાઉદી અરબે પાકિસ્તાનને બોઝને ઓછો કરવા માટે વિદેશી મુદ્રાનો ખજાનો ભરવા માટે નવેમ્બર 2018માં 6.2 બિલિયન ડોલરની રકમ પાકિસ્તાનને આપી હતી. જેમાંથી 3.2 બિલિયન ડોલરનો ઉપયોગ પેટ્રોલિયમ પદાર્થ લેવા, અને તેમના ભંડારણ પર ખર્ચ કરવામાં આવતા હાઅ. આ ડીલ મે 2020માં સમાપ્ત થઇ ગઇ, પરંતુ સાઉદી અરબે ડીલને રિન્યૂ કરવાની જગ્યાએ જગ્યાએ તેલની સપ્લાઇ રોકી દીધી અને ક બિલિયન ડોલર લોનની વસૂલ પણ પાકિસ્તાન પાસેથી કરી લીધી. મિડલ ઇસ્ટ મોનિટરના રિપોર્ટ અનુસાર જ્યારે ક્રાઉન મોહંમદ બિન સલમાને ગત વર્ષે ફેબ્રુઆરી પાકિસ્તાની યાત્રા કરી હતી, ત્યારે આ સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 

પાકિસ્તાનને પણ ઝટકો ત્યારે લાગ્યો છે, જ્યારે તેને આઇએમએફ પાસેથી કોઇ મદદ મળી રહી નથી, કારણ કે આઇએમએફ (International Monetary Fund) એ ગત પાંચ મહિનાથી કોઇને પણ મદદ કરી રહ્યું નથી. એવામાં સાઉદી આરબને પૈસા પરત આપવાની સાથે હવે ઓઇલ ખરીદીથી પાકિસ્તાનના કેન્દ્રીય બેંક (Pakistan Central Bank) પર ખરાબ અસર પડી રહી છે, જે પહેલાંથી જ લોન બોજા હેઠળ દબાયેલ છે.  

કાશ્મીરના કારણે આવી દરાર
તો બીજી તરફ આ વલણ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કાશ્મીર મુદ્દે ભારતના વિરૂદ્ધ વલણ ન અપનાવવા માટે સાઉદી અરબના નેતૃત્વવાળા સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠણ (ઓઆઇસી)ને સખત ચેતાવણી આપ્યા બાદ આવ્યું છે. એઆરવાઇ ચેનલ પર કુરૈશીને એમ કહેતા જોવા મળ્યા હતા કે જો તમે આ મુદ્દે આગળ નથી આવતા તો હું પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે તેમના ઇસ્લામિક દેશોની બેઠક બોલાવવા માટે મજબૂર થઇ જઇશ જે કાશ્મીર મુદ્દે અમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news