રાજ્યમાં મેઘમહેર, સાંજે 4 કલાક સુધી 206 તાલુકામાં વરસાદ, જાંબુઘોડામાં 6 ઈંચ
આજના દિવસમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પંચમહાલના જાંબુધોડામાં થયો છે. અહીં સાંજે ચાર કલાક સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ થયો છે. તો વલસાડના પારડીમાં 5 ઈંચથી વધુ અને નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ વરસાદ થયો છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં સાંજે 4 કલાક સુધીમાં રાજ્યના 206 તાલુકામાં વરસાદ થયો છે. આજના દિવસમાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પંચમહાલના જાંબુધોડામાં થયો છે. અહીં સાંજે ચાર કલાક સુધીમાં 6 ઈંચથી વધુ વરસાદ થયો છે. તો વલસાડના પારડીમાં 5 ઈંચથી વધુ અને નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ વરસાદ થયો છે. આ સિવાય સુરતના માંડવીમાં ચાર ઈંચ જેટલો અને નવસારીના ચિખલી અને ખેરગામમાં ચોણા ચાર ઈંચ વરસાદ થયો છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર
હવામાન વિભાગ દ્વાકા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. સવારથી સાંજે 4 કલાક સુધીમાં રાજ્યના 74 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. છોટાઉદેવુરના જેતપુર પાવીમાં સાડા ત્રણ ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં ત્રણ ઈંચ, ઉમરગામમાં ત્રણ ઈંચ, વાસંદામાં ત્રણ ઈંચ વરસાદ થયો છે.
આજે 206 તાલુકામાં વરસાદ
સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે રાજ્યના 204 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 74 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. જેમાં જાંબુધોડા, પારડી, ગણદેવી, માંડવી, ચીખલી, ખેરગામ, જેતપુર તાવી, ડેડિયાપાડા, ઉમરગામ, વાસંદા, વલસાડ, બારડોલી, ધરમપુર, ધનપુર, કપરડામાં તો ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
જન્માષ્ટમી: ભક્તો વિના સૂની થઈ દ્વારિકા નગરી, પહેલીવાર દરવાજેથી પાછા વળ્યાં ભક્તો
15થી 17 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી
આગામી સપ્તાહમાં તા. ૧૫ ઓગસ્ટથી તા.૧૭ ઓગસ્ટની આસપાસ ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે