USના નાગરિકો સાથે છેતરપિંડી કરનાર વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
જગતપુરમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ઈડન બિલ્ડિંગના બી-1203 નંબરના ફ્લેટમાં સાયબર કાઈમ બ્રાંચે દરોડા પાડી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદઃ અમદાવાદમાં અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરતા અનેક કોલ સેન્ટરોનો આ પહેલા પર્દાફાશ થયો છે. તો છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના નાગરિકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરવા માટે બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. જેને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યું છે.
જગતપુરમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ઈડન બિલ્ડિંગના બી-1203 નંબરના ફ્લેટમાં સાયબર કાઈમ બ્રાંચે દરોડા પાડી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરો મુખ્ય આરોપી સૌરભ શર્મા, રાજ રાઠોડ, અનુરાગ કુશ્વાહ અને અજીત રાજપુતની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ અમેરિકાની યૂ.એસ.એ કેશ સર્વિસ લોન સેન્ટર નામની કંપની તરીકે ઓળખ આપી લોન વાચ્છુંક સાથે છેતરપિંડી આચરતા હતા. અમેરિકી નાગરિકોને ડાયલર સોફ્ટવેરથી ફોન કરી અમેરિકાના નંબર ડિસ્પ્લે થાય તે રીતે લોન વાંચ્છુંકને કોલ કરતા હતા. ત્યાર બાદ લોન લેવા તૈયાર થાય એટલે કહેવાતું હતું કે તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ કરાવવા કોશિશ કરી રહ્યાં છે. પણ ક્રેડિટ સ્ક્રોર ઓછો હોવાથી સફળ થયા નથી. આ માટે કંપની સાથે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો 30 થી 50 પોઇન્ટ વધી જશે. આમ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરના નામે બનાવટી ઓનલાઇન ચેક જનરેટ કરતા તે પાસ થવાના સાત દિવસનો સમય જતો રહે તેના તેનો ગેરલાભ લેવાતો હતો. આ દરમિયાન લોન વાંચ્છુક પાસે વોલમાર્ટ અને ઇ-બે કાર્ડ ખરીદી કરાવી પ્રોસેસ ફીના નામે પૈસા પડાવતા હતા.
અમદાવાદ : શ્રેય હોસ્પિટલ આગકાંડમાં તપાસપંચની રચના કરાઈ
બોગસ કોલ સેન્ટર ચલાવનાર માસ્ટર માઇન્ટ સૌરભ શર્મા છે જે અગાઉ પણ નરોડા પોલીસે બોગસ કોલ સેન્ટર કેસમાં ધરપકડ કરી હતી. આરોપી પૂછપરછમાં છેલ્લા એક મહિનાથી જગતપુરમાં ભાડે ફ્લેટ રાખીને બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. જેમાં એક મહિનામાં 60થી વધુ અમેરિકન નાગરિક સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી લીડ પણ ઓનલાઈન ખરીદી કરતા હતા જે મામલે વેબ સાઈટની તપાસ શરૂ કરી છે.
સાયબર કાઈમ બ્રાન્ચે ફ્લેટમાંથી ચલાવતા બોગ કોલ સેન્ટરના ચારેય આરોપી પાસેથી એક લેપટોપ, ચાર મોબાઇલ, એક રાઉટર અને સ્ક્રિપ્ટ લખેલી નોટબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પરતું સાયબર કાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું કે ચારેય આરોપીઓ ભૂતકાળમાં બોગસ કોલ સેન્ટરમાં નોકરી કરી ચુક્યા હોવાથી અનુભવ હતો. જેથી બોગ્સ કોલ સેન્ટર શરૂ કર્યું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે