પોતાના જ વેરી બનશે! પુતિનને પોતાના પરિવારથી જ ખતરો! પુત્રીઓ ભરી શકે છે ભયાનક કદમ

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાઈ એક્સપર્ચ ડો લિયોનિદ પેત્રોવનું કહેવું છે કે વ્લાદિમીર પુતિનને જે કંઈ કર્યું છે, તેના માટે તેમની હત્યા પણ થઈ શકે છે. જો કોઈ પુતિનની હત્યા કરશે, તો તે કોઈ એવો વ્યક્તિ હશે, જે તેમનો ખુબ જ નજીકનો હશે.

પોતાના જ વેરી બનશે! પુતિનને પોતાના પરિવારથી જ ખતરો! પુત્રીઓ ભરી શકે છે ભયાનક કદમ

મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચેની યુદ્ધને આજે 32મો દિવસ છે. ત્યારે યુક્રેન પર હુમલો કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દુશ્મનોની સંખ્યામાં વધારો કરી નાંખ્યો છે. એટલે સુધી વાત સામે આવી રહી છે કે પોતાના જ તેમના વેરી (દુશ્મન) બની ગયા છે. અહેવાલ મળી રહ્યા છે કે ક્રેમલિનના ટોપ અધિકારી પુતિનને પદથી હટાવવાની કોશિશો કરી રહ્યા છે. આ વાત વચ્ચે, એક એક્સપર્ટે આશંકા સેવી છે કે પુતિનની દીકરીઓ જ તેમની હત્યા કરી શકે છે.

'નજીકના જ કરશે પુતિનનું કામ પુરું'
ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાઈ એક્સપર્ચ ડો લિયોનિદ પેત્રોવનું કહેવું છે કે વ્લાદિમીર પુતિનને જે કંઈ કર્યું છે, તેના માટે તેમની હત્યા પણ થઈ શકે છે. જો કોઈ પુતિનની હત્યા કરશે, તો તે કોઈ એવો વ્યક્તિ હશે, જે તેમનો ખુબ જ નજીકનો હશે. ઉલ્લેખનીય છે કે યુક્રેન પર હુમલાના કારણે અમેરિકા સહિત તમામ દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. છેલ્લા લગભગ એક મહીનાથી બન્ને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ સમાપ્ત થાય તેવા કોઈ એંધાણ મળી રહ્યા નથી.

હત્યાની વધી રહી છે સંભાવના
News.au સાથે વાત કરતા પેત્રોવે જણાવ્યું, પુતિનની હત્યાની સંભાવના વધતી જઈ રહી છે. મારું માનવું છે કે જો કોઈ હત્યાનો પ્રયાસ કરે છે, તો તે એક મહિલા દ્વારા હશે. બની શકે છે કે એવું તેમના પરિવારમાંથી જ કોઈ સભ્ય દ્વારા કરવામાં આવી શકે. હત્યા કરનાર વ્યક્તિઓમાં તેમની પુત્રી, તેમની પૂર્વ પત્ની અથવા તો કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે, જે તેમને ખુબ જ સારી રીતે જાણતી હોય અને તેમના નજીક હોય.

આ છે પુતિનનો પરિવાર
આમ જોવા જઈએ તો પુતિન પોતાના ખાનગી જીવનને ગુપ્ત રાખે છે, પરંતુ બધાને તેની જાણકારી છે કે તેમણે પોતાની પૂર્વ પત્ની લ્યૂડમિલા પુતિનાને લગ્નના 30 વર્ષ બાદ 2013માં તલાક આપ્યા હતા. પુતિનાથી તેમને બે દીકરીઓ છે, 36 વર્ષીય મારિયા ફાસેન  અને 35 વર્ષીય કતેરીના તિખોનોવા. એવું પણ કહેવામાં આવે છે કે પુતિન 18 વર્ષીય લુઈજા રોજોવા નામની એક યુવતીના પણ પિતા છે. જોકે, પુતિને ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નથી.

સુરક્ષા ઘેરો તોડવો સરળ નથી
ભલે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરનારનું લિસ્ટ લાંબુ થઈ રહ્યું હોય, પરંતુ એટલું સરળ નથી. કારણ કે પુતિનના સુરક્ષા ઘેરો એટલો મજબૂત છે કે વાત ના પુછો. પોતાની સુરક્ષાને લઈને હંમેશાં એલર્ટ રહેનાર પુતિન 24/7 ટ્રેન્ડ બોડી ગાર્ડસથી ઘેરાયેલા રહે છે. તેના સિવાય, તેમની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓનો એક મજબૂત ઘેરો પણ હાજર રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news