જો તમારી ગાડી કોઈ ઠોકીને ભાગી જાય તો આ રીતે મેળવો માહિતી, ડાબા હાથનો ખેલ છે

How To Get Vehicle Details જો ભારતના કોઈ પણ ખૂણે અકસ્માતનો શિકાર બનો છો અને ગાડી તમારી ગાડીને ટક્કર મારીને ભાગી જાય અને તમને એ વાહનની માહિતી મેળવવી હોય તો બહુ જ સરળ છે. સરકારની VAHAN વેબસાઈટ પર જઈને તમે તેની તમામ માહિતી મેળવી શકો છો

જો તમારી ગાડી કોઈ ઠોકીને ભાગી જાય તો આ રીતે મેળવો માહિતી, ડાબા હાથનો ખેલ છે

ઝી મીડિયા/બ્યૂરો :અનેકવાર લોકોને અલગ અલગ પરિસ્થિતિમાં અન્ય વાહનોની માહિતીની જરૂર પડે છે. ખાસ કરીને એ કિસ્સામાં જ્યાં કોઈ તમારી ગાડીને ટક્કર મારીને ભાગી જાય. આ માટે લોકો અનેક માથાપચ્ચી કરે છે. પરંતુ માહિતી સરળતાથી મળતી નથી. પરંતુ તમે આ માહિતી સરળતાથી મેળવી શકો છો. સરકારની વેબસાઈટ થકી આ માહિતી મેળવવી બહુ જ સરળ છે. જો તમને માહિતી કાઢવાની યોગ્ય રીત ખબર હોય તો તમે સરળતાથી તેને કાઢી શોક છો. રજિસ્ટ્રેશન નંબરથી તમે વાહનની યોગ્ય માહિતી કાઢી શકો છો. તેના માટે એક સરકારી વેબસાઈટ છે, જે વાહનની લગભગ તમામ માહિતી તમને આપે છે. તેની નામ છે વાહન વેબસાઈટ. 

ઓનલાઈન માહતી મળશે
ગાડીનો રજિસ્ટ્રેશન નંબર એક ખાસ સિકવન્સમાં આવે છે, જે તેની આંખની જેમ કામ કરે છે. સરકારનો નિયમ છે, જ્યાં વાહનનો રજિસ્ટ્રેશનનંબર અને આઈડીની જરૂર પડે છે. વાહનનો નંબર હોવુ સૌથી જરૂરી છે. તમારા વાહન સાથે જોડાયેલ લિગલ પ્રોસેસમાં પણ તે જરૂરી હોય છે. જે વાહનની માહિતી જોઈએ, તેનો નંબર તમારી પાસે હોવો જરૂરી છે. નવી કારમાં આ પ્રોસેસ બહુ જ સરળ હોય છે. પંરતુ તમે જ્યારે જૂની કાર ખરીદો છો, તો ત્યાંના તમામ ડોક્યુમેન્ટ્સ તમને જાતે જ તપાસવાના હોય છે. વાહન વેબસાઈટ પર ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની માહિતી લોકોને વેબસાઈટ પર જ મળી જાય છે. 

કેવી રીતે મળશે વાહનની ડિટેઈલ
કોઈ ગાડીની માહિતી માટે તમારે વાહન પોર્ટલ પર જવાનું હશે. જેમાં https://vahan.nic.in/ વેબસાઈટ પર તમારે જવાનુ રહેશે. આ વેબસાઈટ પર પહોંચ્યા બાદ તમારે ‘નો યોર વ્હીકલ ડિટેઈલ’ પર જવાનુ હશે. જે પેજના ટોપ પર જોવા મળશે. તેના બાદ તમારે વાહનનો રજિસ્ટ્રેશન નંબર નાંખવાનો રહેશે. આવુ કર્યા બાદ તમારે વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ચેસી નંબર, એન્જિન નંબર, વાહનના માલિકનું નામ અને વાહનના ક્લાસ જેવી અન્ય માહિતીઓ મળી જશે. અહીં વાહનમાં ઉપયોગમાં થનારા ફ્યુઅલની માહિતી પણ મળી જાય છે. તેના ઉપરાંત રોડ ટેક્સનું વળતર, પોલ્યુશન અંડર કન્ટ્રોલ એટલે કે પીયુસી અને વાહનના ઈન્સ્યોરન્સની માહિતી પણ મળી જાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news