Russia-Ukraine War પર સારા સમાચાર! યુક્રેનની સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મળવાની જગ્યા અને સમય નક્કી કરવાનો બાકી

સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર રશિયા અને યુક્રેનની સરકારોએ વાતચીત માટેનો સંકેત આપ્યો છે. 

Russia-Ukraine War પર સારા સમાચાર! યુક્રેનની સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મળવાની જગ્યા અને સમય નક્કી કરવાનો બાકી

મોસ્કો/કિવઃ સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે રશિયા અને યુક્રેનની સરકારોએ વાતચીત માટે સંકેત આપ્યો છે. તો બીજી તરફ કિવમાં અધિકારીઓએ દાયકાના સૌથી મોટા યુરોપીયન સુરક્ષા સંકટ દરમિયાન રશિયાની સેનાને આગળ વધતી રોકવા અને રાજધાનીની રક્ષા કરવામાં નાગરિકોની મદદનો આગ્રહ કર્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે વાર્તા માટે સમય અને જગ્યાને લઈને વાતચીત ચાલી રહી છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીના પ્રવક્તા સર્ગેઈ ન્યાકિફોરોવે સોશિયલ મીડિયા પર કહ્યુ, આક્રમણ શરૂ થયા બાદથી કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરવામાં આવી છે. સર્ગેઈ ન્યાકિફોરોવે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યુ, 'યુક્રેન યુદ્ધવિરામ અને શાંતિ વિશે વાત કરવા માટે તૈયાર હતું અને રહેશે. પ્રવક્તાએ બાદમાં કહ્યુ કે, રશિયા અને યુક્રેન વાતચીત માટે જગ્યા અને સમય પર ચર્ચા કરી રહ્યાં છે.'

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જારી કર્યો વીડિયો
તો આ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ એક વીડિયો રિલીઝ કરી જણાવ્યું કે, તે આ સંકટના સમયમાં દેશમાં જ ચે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, મારો પરિવાર પણ દેશમાં છે. વીડિયોમાં ઝેલેન્સ્કીએ કહ્યુ કે, અમે અહીં છીએ, અમે કિવમાં છીએ. અમે યુક્રેનની રક્ષા કરી રહ્યાં છીએ. 

— ANI (@ANI) February 25, 2022

આ પહેલાં જારી એક અન્ય વીડિયોમાં ભાવુક અપીલ કરતા ઝેલેન્સ્કીએ કહ્યુ- હું યુક્રેનમાં છું અને મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તે ગદ્દાર નથી. તે યુક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મન (રશિયા)  ના પહેલાં ટાર્ગેટ પર હું છું અને મારો પરિવાર તેનો બીજો ટાર્ગેટ છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ સાથે થઈ વાત
આ વચ્ચે ઝેલેન્સ્કીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પણ વાત કરી છે. જો બાઇડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે પ્રતિબંધો તથા રક્ષા સહાયતા પર વાતચીત થઈ છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, આ વાતચીત 30 મિનિટ ચાલી છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યુ કે, મજબૂત રક્ષા સહાયતા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે યુદ્ધ-વિરોધી ગઠબંધન પર ચર્ચા થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news