નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત
Modi Government: કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રેડ સી જેવા દરિયાઈ માર્ગ સંઘર્ષને કારણે અસુરક્ષિત છે, જેના કારણે જહાજોને કેપ ઓફ ગુડ હોપનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. વૈશ્વિક બજારની અસ્થિરતા ભારતમાં ખાતરના ભાવને અસર કરી શકે છે.
Trending Photos
Subsidy On DAP: કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા DAP પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા આવેલ નિર્ણય અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મોદી સરકારે DAP માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે.
મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે. એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં મળશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરના વૈશ્વિક કિંમતમાં સતત વધઘટ થતી રહે છે.
2014-2023માં ખાતરની સબસિડી બમણાથી વધારે
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રેડ સી જેવા દરિયાઈ માર્ગ સંઘર્ષને કારણે અસુરક્ષિત છે, જહાજોને કેપ ઓફ ગુડ હોપનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. વૈશ્વિક બજારની અસ્થિરતા ભારતમાં ખાતરના ભાવને અસર કરી શકે છે. 2014થી કોવિડ અને યુદ્ધ જેવી સમસ્યાઓ હોવા છતાં પીએમ મોદીએ સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને બજારની અસ્થિરતાનો બોજ સહન ન કરવો પડે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 2014-2023માં ખાતર સબસિડી 1.9 લાખ કરોડ રૂપિયા હતી, જે 2004-2014 કરતા બમણાથી વધારે છે. તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, પીએમ પાક વીમા યોજના હેઠળ 2023-24માં 4 કરોડ ખેડૂતોનો વીમો લેવામાં આવ્યો હતો, જેમાંથી 55% બિન-ઋણી ખેડૂતો છે. પોલિસીના મામલામાં તે દેશની સૌથી મોટી અને કુલ પ્રીમિયમના આધાર પર ત્રીજી સૌથી મોટી યોજના છે.
સરકારે જણાવ્યું કે, આ યોજના 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. આ યોજનામાં 20 લિસ્ટેડ વીમા કંપનીઓ સામેલ છે. આ યોજના ખેડૂતોને વાવણીથી લઈને કાપણી પછી સુધીનું વ્યાપક રક્ષણ પૂરું પાડે છે. આ સિવાય તે કુદરતી આફતો અને પ્રતિકૂળ હવામાન આપત્તિઓને પણ આવરી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે