રશિયાના હુમલા વચ્ચે રાત્રે રસ્તા પર નિકળ્યા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, કહ્યું- હું ભાગ્યો નથી, યુક્રેનની રક્ષા કરૂ છું

Russia-Ukraine War: યુક્રેનની રાજધાની કિવથી વીડિયો સંદેશ જાહેર કરી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યુ કે, યુક્રેની નેતૃત્વ અને સંસદના સ્વદેશમાં બન્યા રહેવાની જાહેરાત કરી છે. 

રશિયાના હુમલા વચ્ચે રાત્રે રસ્તા પર નિકળ્યા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, કહ્યું- હું ભાગ્યો નથી, યુક્રેનની રક્ષા કરૂ છું

કિવઃ રશિયાના સતત હુમલા અને રાજધાની કિવને ઘેરી લીધા બાદ પણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી પોતાના દેશ યુક્રેનમાં જ છે. તેની પુષ્ટિ શુક્રવારે રાત્રે એક વીડિયોથી થઈ છે. ખાસ વાત છે કે આ વીડિયો ખુદ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રિલીઝ કર્યો છે. 

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનની રાજધાની કિવથી એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું- અમે અહીં છીએ. અમે કિવમાં છીએ. અમે યુક્રેનની રક્ષા કરી રહ્યાં છીએ. એટલે કે ઝેલેન્સ્કીએ વીડિયો દ્વારા યુક્રેની નેતૃત્વ અને સંસદને કિવમાં બન્યા રહેવાની જાહેરાત કરી છે. 

આ પહેલાં જારી એક અન્ય વીડિયોમાં ભાવુક અપીલ કરતા ઝેલેન્સ્કીએ કહ્યુ- હું યુક્રેનમાં છું અને મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તે ગદ્દાર નથી. તે યુક્રેનના નાગરિક છે. અમને જાણકારી મળી છે કે દુશ્મન (રશિયા)  ના પહેલાં ટાર્ગેટ પર હું છું અને મારો પરિવાર તેનો બીજો ટાર્ગેટ છે. 

ઝેલેન્સ્કીએ કહ્યુ કે રશિયા તેને ખતમ કરવા ઈચ્છે છે અને યુક્રેનને રાજનીતિક રૂપથી બરબાદ કરવા ઈચ્છે છે. રશિયા યુક્રેનની રાજધાની કિવને ઘેરવાના પ્રયાસમાં છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ ગુરૂવારે મોડી રાત્રે એક ભાષણાં કહ્યુ હતુ- મેં 27 યુરોપીય નેતાઓને પૂછ્યુ કે શું યુક્રેન નાટોમાં રહે છે... બધા ડરે છે, કોઈ જવાબ આપતું નથી. પરંતુ અમે નથી ડરતા. અમને રશિયાનો ડર નથી અને યુક્રેન હવે રશિયા સાથે વાતચીત કરવાથી પણ ડરી રહ્યું નથી. 

ઝેલેન્સ્કીએ કહ્યુ કે, રશિયા તેમને ખતમ કરવા ઈચ્છે છે અને યુક્રેનને રાજકીય રૂપે બરબાદ કરવા ઈચ્છે છે. રશિયા યુક્રેનની રાજધાનીને ઘેરવાનું ચે. 

હકીકતમાં યુક્રેન નાટોમાં સામેલ થવા ઈચ્છતું હતું, પરંતુ રશિયા તેની વિરુદ્ધ ચે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થક સરકાર પડી ગઈ ત્યારના રાષ્ટ્રપતિ વિક્ટર યાવુકોવિચ યુક્રેન છોડી ભાગી ગયા હતા. ત્યારબાદ આવેલા અમેરિકી અને યુરોપીય યુનિયન સમર્થ ઝેલેન્ક્સી યુક્રેનને નાટોમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ રશિયા નાટોને પોતા માટે ખતરો માને છે. તેથી તે યુક્રેનને નાટોમાં સામેલ થવા દેવા માંગતું નથી. ત્યારબાદ પુતિને યુક્રેન પર હુમલો કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news