યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા 4 ફ્લાઇટ મોકલશે એર ઈન્ડિયા, જાણો શું છે આગળની તૈયારી

એર ઈન્ડિયા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે ત્રણ ઉડાનો બુખારેસ્ટ અને એક ઉડાન બુડાપેસ્ટ મોકલશે. ભારતીય નાગરિક રસ્તા માર્ગે યુક્રેન-રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે. યુક્રેનમાં હાલ 20 હજાર ભારતીય નાગરિક ફસાયા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા 4 ફ્લાઇટ મોકલશે એર ઈન્ડિયા, જાણો શું છે આગળની તૈયારી

નવી દિલ્હીઃ એર ઈન્ડિયા રશિયાના આક્રમણને કારણે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે શનિવારે પોતાની ત્રણ ઉડાનોને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ અને એક ઉડાન હંગરીની રાજધાની બુડાપેસ્ટ મોકલશે. વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જે ભારતીય નાગરિક રોડ માર્ગે યુક્રેન-રોમાનિયા સરહદ પર પહોંચી ગયા છે, તેને ભારત સરકારના અધિકારી બુખારેસ્ટ લઈ જશે જેથી તેને એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા સ્વદેશ લાવી શકાય. 

ગુરૂવારે યુક્રેનના અધિકારીઓએ યાત્રી વિમાનોના સંચાલન માટે પોતાના દેશના વાયુ ક્ષેત્રને બંધ કરી દીધુ હતું, તેથી ભારતીયોને સ્વદેશ લાવવા માટે આ ઉડાનોનું સંચાલન બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયાએ શુક્રવારે રાત્રે ટ્વિટર દ્વારા જણાવ્યું કે, તે દિલ્હી અને મુંબઈથી 26 ફેબ્રુઆરી (શનિવાર) ના બી787 વિમાન બુખારેસ્ટ અને બુડાપેસ્ટ માટે સંચાલિત કરશે. 

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે શુક્રવારે કહ્યુ કે, તે રોમાનિયા તથા હંગરીથી આવતા માર્ગોને નિર્ધારિત કરવાનું કામ કરી રહ્યાં છે. દૂતાવાસે કહ્યું- વર્તમાનમાં અધિકારીઓની ટીમ ઉઝોરોદની પાસે ચોપ-જાહોની હંગરી સરહદ, ચેર્નીવત્સીની પાસે પોરબ્ને-સીરેત રોમાનિયાઈ સરહદ ચોકીઓ પર પહોંચી રહી છે. દૂતાવાસે કહ્યુ કે, આ સરહદ તપાસ ચોકીઓની નજીક રહેતા ભારતીય નાગરિકો, વિશેષ કરીને છાત્રોને વિદેશ મંત્રાલયના દળોની સાથે સમન્વય કરીને વ્યવસ્થિત રીતે રવાના થવાની સલાહ આપે છે. 

અધિકારીઓએ કહ્યું કે, યુક્રેનમાં હાલ આશરે 20 હજાર ભારતીયો ફસાયેલા છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. દૂતાવાસે ભારતીયોને પોતાનો પાસપોર્ટ, રોકડ (પ્રાથમિક રૂપે ડોલરમાં) અન્ય જરૂરી વસ્તુઓ અને કોવિડ રસીકરણ પ્રમાણપત્ર સરહદ ચોકીઓ પાસે પોતાની સાથે રાખવાની સલાહ આપી હતી. દૂતાવાસે કહ્યુ- ભારતીય ધ્વજ (કાગળ પર) પ્રિન્ટ કાઢી લે અને યાત્રા દરમિયાન વાહનો તથા બસો પર તેને ચોંટાડી દે. 

યુક્રેનની રાજધાની કિવ અને રોમાનિયાની સરહદ વચ્ચે આશરે 600 કિલોમીટરનું અંતર છે અને રોડ માર્ગે આ અંતર કાપતા આશરે સાડા આઠથી 11 કલાક લાહે છે. રોમાનિયાની તપાસ ચોકી બુખારેસ્ટ આશરે 500 કિમી દૂર છે તથા રોડ માર્ગે જતા 7 કલાક જેટલો સમય લાગે છે. તો કિવ અને હંગરીની સરહદ 820 કિમી દૂર છે અને ત્યાં જવા માટે 12-13 કલાકનો સમય લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news