EpiVacCorona: કોરોનાના હાહાકાર વચ્ચે રશિયાએ બનાવી લીધી બીજી કોરોના રસી 

રશિયાએ કહ્યું છે કે તેણે બીજી કોરોના વાયરસ(Russia Second Corona Vaccine) રસી બનાવવામાં સફળતા મેળવી લીધી છે. આ વેક્સિન (EpiVacCorona) છે અને તેમાં અગાઉની રસી જેવી કોઈ જ આડઅસર જોવા મળશે નહીં.

EpiVacCorona: કોરોનાના હાહાકાર વચ્ચે રશિયાએ બનાવી લીધી બીજી કોરોના રસી 

મોસ્કો: રશિયા (Russia) એ કહ્યું છે કે તેણે બીજી કોરોના વાયરસ(Russia Second Corona Vaccine) રસી બનાવવામાં સફળતા મેળવી લીધી છે. આ વેક્સિન (EpiVacCorona) છે અને તેમાં અગાઉની રસી જેવી કોઈ જ આડઅસર જોવા મળશે નહીં. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને Sputnik V નામથી કોરોના વાયરસની રસી બનાવી લીધી હોવાની જાહેરાત કરી હતી. જો કે આ વેક્સિનની અનેક આડ અસરોને લઈને રશિયાની ટીકા પણ થઈ હતી. 

રશિયાએ આ નવી વેક્સિનનું નામ EpiVacCorona આપ્યું છે. જો કે આ રસી ઉપર પણ સવાલ ઉઠી શકે છે. આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું હતું કે કોઈ પણ કોરોના વાયરસ વેક્સિન વર્ષ 2021 પહેલા આવશે નહીં. રશિયા EpiVacCorona વેક્સિનનું નિર્માણ સાઈબેરિયામાં સોવિયેત સંઘના એક પૂર્વ ટોપ સિક્રેટ બાયોલોજિકલ હથિયારોના પ્લાન્ટમાં કરી રહ્યું છે. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રશિયાની આ નવી કોરોના રસીની ક્લિનિકલ ટ્રાયલ સપ્ટેમ્બરમાં પૂરી થઈ ગઈ. જો કે જે 57 લોકોને આ રસી અપાઈ હતી તેમને સાઈડ ઈફેક્ટ આવી નથી. તેમણે કહ્યું કે તમામ વોલેન્ટિયર સારું મહેસૂસ કરી રહ્યાં છે. આ લોકોને 23 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં જેથી કરીને તેમનું પરિક્ષણ થઈ શકે. સમાચાર એજન્સી ઈન્ટરફેક્સે જણાવ્યું કે 'તમામ વોલેન્ટિયર સારું મહેસૂસ કરી રહ્યા છે. કોઈ પણ દુષ્પ્રભાવ અત્યાર સુધી જોવા મળ્યો નથી.'

નવેમ્બરમાં શરૂ થઈ જશે નવી વેક્સિનનું ઉત્પાદન
વોલેન્ટિયર્સને 14થી 21 દિવસોની અંદર બે  વાર આ નવી વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો. રશિયાને આશા છે કે આ ઓક્ટોબર સુધીમાં રજિસ્ટર થઈ જશે અને નવેમ્બરમાં તેનું ઉત્પાદન શરૂ થઈ જશે. આ વેક્સિનને વેક્ટર સ્ટેટ રિસર્ચ ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજીએ તૈયાર કરી છે. આ લેબ દુનિયાની તે બે જગ્યાઓમાં સામેલ છે જ્યાં ચિકન પોક્સના વાયરસને રાખવાની મંજૂરી છે. બીજી જગ્યા અમેરિકામાં છે. 

અત્રે જણાવવાનું કે રશિયાના કોરોના વેક્સિન બનાવી લીધીના દાવાથી જ વિવાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. અમેરિકાથી લઈને જર્મની સુધી મોસ્કોની વેક્સિન સ્પૂતનિક-વી (Sputnik-V) પર આશંકા જોવા મળી રહી છે. WHOએ પણ રશિયા પાસે અનેક પુરાવા માંગ્યા છે. આ બાજુ અનેક વિશેષજ્ઞ રસી બનાવવાની ઉતાવળમાં તેની સુરક્ષા અને પ્રભાવને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી ત્રીજા સ્ટેજના ડેટા પર ચર્ચા ન થઈ જાય ત્યાં સુધી વેક્સિનને સુરક્ષિત કહી શકાય નહીં. આ બધા વચ્ચે રશિયાએ કહ્યું કે તેને 20 દેશોમાંથી મોટા ઓર્ડર મળી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news