રાજસ્થાન અને ભિલોડામાં થયેલા ભારે વરસાદનો સાબરકાંઠાને થયો ફાયદો

સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ વરસવાને લઈ જિલ્લાના જળાશયોમાં પાણીની નવી આવક નોંધાઇ 

રાજસ્થાન અને ભિલોડામાં થયેલા ભારે વરસાદનો સાબરકાંઠાને થયો ફાયદો

શૈલેષ ચૈહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ વરસવાને લઈ જિલ્લાના જળાશયોમાં પાણીની નવી આવક નોંધાઇ છે. તો હાથમતી નદીમાં પણ ચોમાસા દરમિયાન પ્રથમ વાર નવા નીર આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલથી સર્વત્ર વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના ઉપરવાસ અને અરવલ્લીના ભિલોડા પંથકમાં વધુ વરસાદને લઇ જિલ્લાના જળાશયમાં પાણીની આવક નોંધાઇ છે. જળાશયમાં પાણીની આવક સાથે જ નદી નાળામાં નવા નીર આવ્યા છે. ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદીમાં ચોમાસા દરમિયાન પ્રથમ વાર પાણીની આવક થઈ છે. હાથમતી નદીમાં નવા નીર આવવાને લઈ સ્થાનિકોમાં આનંદ છવાયો છે. સાથે જ જિલ્લાના ખેડૂતો પણ ખુશ થયા છે.

આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી

જિલ્લામાં વરસેલા વરસાદને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જળાશયમાં પાણીની આવક જાવકને લઈને માહિતી

  • વાત્રક જળાશયમાં 9120 ક્યુસેક પાણીની આવક 
  • ગુહાઈ જળાશયમાં 335 ક્યુસેક પાણીની આવક 
  • માઝૂમ જળાશયમાં 500 ક્યુસેક પાણીની આવક
  • હાથમતી જળાશયમાં 3650 ક્યુસેક પાણીની આવક
  • લાક જળાશયમાં 227 ક્યુસેક પાણીની આવક
  • જવાનપુરા જળાશયમાં 565 ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને 565 ક્યુસેક પાણીની જાવક
  • હરણાવ જળાશયમાં 350 ક્યુસેક પાણીની આવક
  • મેશ્વો જળાશયમાં 550 ક્યુસેક પાણીની આવક 
  • વૈડી જળાશયમાં 175 ક્યુસેક પાણીની આવક 
  • ખેડવા જળાશયમાં 1000 ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને 1000 ક્યુસેક પાણીની જાવક
  • વારાણસી જળાશયમાં 400 ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને 300 ક્યુસેક પાણીની જાવક
  • ગોરઠીયા જળાશયમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઇ અને 1500 ક્યુસેક પાણીની જાવક
  • ધરોઈ જળાશયમાં 6917 ક્યુસેક પાણીની આવક 

આખા અમદાવાદમાં અંધકારભર્યું વાતાવરણ, વરસાદનું જોર વધતા રોડ ધોવાયા 

જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલ વરસાદ

  • ઇડર 98 મીમી
  • ખેડબ્રહ્મા 87 મીમી
  • તલોદ 98 મીમી
  • પ્રાંતિજ 55 મીમી
  • પોશીના 39 મીમી
  • વડાલી 82 મીમી
  • વિજયનગર 33 મીમી
  • હિંમતનગર 51 મીમી

કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....

જીલ્લામાં આજે સવારે 6 થી 10 દરમિયાન નોધાયેલ વરસાદ

  • ઇડર 14 મીમી
  • ખેડબ્રહ્મા 9 મીમી
  • તલોદ 36 મીમી
  • પ્રાંતિજ 39 મીમી 11
  • પોશીના 9 મીમી
  • વડાલી 30 મીમી
  • વિજયનગર 36 મીમી
  • હિમતનગર 52 મીમી

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news