ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે? અમેરિકામાં એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીધોસટ લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત તેમણે અનામત ઉપર પણ મોટું નિવેદન આપ્યું છે. 

ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે? અમેરિકામાં એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીધોસટ લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચીજો અચાનક એક સાથે આવવા લાગી. મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હતો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પીએમ મોદીને નફરત કરતા નથી, ક્યારેક ક્યારેક તેમને મોદીથી સહાનુભૂતિ થાય છે. આ ઉપરાંત તેમણે અનામત ઉપર એક મોટું નિવેદન આપ્યું છે. 

રાહુલે કહ્યું કે મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની પણ નજીક હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ચૂંટણી પહેલા, અમે એ વાત પર ભાર આપતા રહ્યા કે સંસ્થાઓ પર કબજો જમાવી દેવાયો છે, અમારી પાસે નિષ્પક્ષ ખેલનું મેદાન નહતું. તેમની પાસે ખુબ મોટો નાણાકીય લાભ હતો. તેમણે અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા. ચૂંટણી પંચ એ જ કરતું હતું જે તેઓ ઈચ્છતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચીજો અચાનક એક સાથે આવવા લાગી. સમગ્ર અભિયાન એ રીતે બનાવવામાં આ્યું કે નરેન્દ્ર મોદી દેશભરમાં પોતાનું કામ કરે. જે રાજ્યોમાં તેઓ નબળા હતા, તેમને એ રાજ્યોથી કે જ્યાં તેઓ મજબૂત હતા તેના કરતા અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. 

ચૂંટણી પહેલા સંસ્થાઓ પર  કબજો
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીઓ પહેલા અમે એ વિચાર પર ભાર મૂકતા રહ્યા કે સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. આરએસએસએ શિક્ષણ પ્રણાલી પર કબજો કરી લીધો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ પર કબજો કરી લીધો છે. અમે એ કહેતા રહ્યા પરંતુ લોકોને એ સમજમાં આવતું નહતું. મે બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું અને મે જે પણ કઈ કહ્યું હતું, તે અચાનક ફાટી પડ્યું...ગરીબ ભારત, ઉત્પીડિત ભારત, જેમણે એ સમજી લીધુ કે જો બંધારણ ખતમ થઈ ગયું તો સમગ્ર ખેલ ખતમ થઈ જશે. ગરીબ લોકોએ એ ઊંડાણથી સમજી લીધુ કે બંધારણની રક્ષા કરનારાઓ અને તેને નષ્ટ કરનારાઓ વચ્ચેની લડાઈ છે. જાતિ ગણતરીનો મુદ્દો પણ મોટો થઈ ગયો. આ ચીજો અચાનક એક સાથે આવવા લાગી. 

હું મોદીથી નફરત કરતો નથી
રાહુલે વોશિંગ્ટનમાં કહ્યું કે હું નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી. હું તેમના દ્રષ્ટિકોણથી સહમત નથી પરંતુ હું તેમને નફરત પણ કરતો નથી, અનેક ક્ષણોમાં હું તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખુ છું. તેમણે  કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડીશું અને આગામી બે કે ત્રણ મહિનાઓમાં અમે આ ચૂંટણી જીતી લઈશું. 

ચૂંટણીઓ બાદ લોકોનો ડર નીકળી ગયો
આ અગાઉ વર્જિનીયામાં ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસની એક ઈવેન્ટમાં બોલતા રાહુલે કહ્યું કે ચૂંટણીના ત્રણ મહિના પહેલા અમારા બધા બેંક ખાતા સીલ કરી દેવાયા. અમે ચર્ચા કરતા હતા કે હવે શું કરવાનું છે. મે કહ્યું કે જોયું જશે, જોઈએ આગળ શું થાય છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચૂંટણી બાદ બધુ બદલાઈ ગયું છે. કેટલાક લોકોએ કહ્યું કે ડર નથી લાગતો હવે, ડર નીકળી ગયો હવે. મારા માટે એ રસપ્રદ છે કે ભાજપ અને પ્રધાનમંત્રી મોદીએ એટલો ડર ફેલાવ્યો કે નાના વેપારીઓ પર એજન્સીઓનું દબાણ, બધુ એક સેકન્ડમાં ગાયબ થઈ ગયું. તેમને આ ડર  ફેલાવવામાં વર્ષો લાગ્યા અને એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો. 

રાહુલે વધુમાં કહ્યું કે સંસદમાં હું પ્રધાનમંત્રી મોદીને સામે જુઓ છું અને હું તમને બતાવી શકું કે મિસ્ટર મોદીના વિચાર, 56 ઈંચની છાતી, ભગવાન સાથે સીધો સંબંધ એ બધુ હવે ખતમ થઈ ગયું છે, હવે આ બધુ ઈતિહાસ છે. 

રાજકારણ બદલાઈ ચૂક્યું છે
દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટીના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, મને લાગે છે કે ભારતમાં રાજનીતિ મૌલિક રીતે બદલાઈ ગઈ છે. અમારા દ્રષ્ટિકોણથી, અમે જે જોઈએ છીએ કેટલાક લોકો સહમત હશે અને કેટલાક અસહમત હશે. અમે મોદીના દ્રષ્ટિકોણથી સહમત નથી, અમે તેમની સામે લડીએ છીએ. અમારા માટે, આપણા દેશ માટે એક નવા દ્રષ્ટિકોણનો પાયો રાખવાની કોશિશ કરીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ સમયાંતરે આવું કર્યું છે. 

અનામત પર નિવેદન
વોશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ અનામત ઉપર પણ એક મોટું નિવેદન આપ્યું. વિદ્યાર્થીઓએ રાહુલને અનામત પર એક સવાલ પૂછ્યો હતો કે અનામત ક્યાં સુધી ચાલુ રહેશો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અનામત ખતમ કરવા વિશે ત્યારે વિચારશે જ્યારે ભારતમાં અનામતની રીતે નિષ્પક્ષતા હશે અને હાલ એવું નથી. 

રાહુલ ગાંધીએ  કહ્યું કે જ્યારે ભારતમાં (અનામતની રીતે) નિષ્પક્ષતા હશે ત્યારે અમે અનામત ખતમ કરવા વિશે વિચારીશું. હજુ ભારત તેના માટે એક નિષ્પક્ષ જગ્યા નથી. રાહુલે કહ્યું કે, જ્યારે તમને નાણાકીય આંકડા જુઓ છો તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે. દલિતોને 100 રૂપિયામાંથી પાંચ રૂપિયા મળે છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના લોકોને પણ લગભગ એટલા જ પૈસા મળે છે. સચ્ચાઈ એ છે કે તેમને યોગ્ય ભાગીદારી મળી રહી નથી. 

રાહુલે કહ્યું કે સમસ્યા એ છે કે ભારતની 90 ટકા વસ્તી ભાગીદારી કરવામાં સક્ષમ નથી. ભારતની દરેક બિઝનેસ લીડરની સૂચિ જુઓ. મે આવું કર્યું છે. મને આદિવાસી નામ દેખાડો. મને દલિતનું નામ દેખાડો. મને ઓબીસી બતાવો. મને લાગે છે કે ટોચના 200માંથી  એક ઓબીસી છે. તેઓ ભારતની વસ્તીના 50 ટકા છે. પરંતુ આપણી બ ીમારીનો ઈલાજ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે આ સમસ્યા છે. હવે આ (અનામત) એકમાત્ર સાધન નથી, અન્ય સાધન પણ છે. 

રાહુલે કહ્યું કે એવા અનેક લોકો છે જે ઉચ્ચ જ્ઞાતિમાંથી આવે છે. જે કહે છે કે જુઓ, અમે શું ખોટું કર્યું? અમને કેમ દંડ મળી રહ્યો છે? તો ફછી તમે તેમાંથી કેટલીક ચીજોની આપૂર્તિમાં નાટકિય રીતે વધારા વિશે વિચારો છો. તમે સત્તાના વિકેન્દ્રીકરણ વિશે વિચારો છો. તમે આપણા દેશના શાસનમાં અનેક અન્ય લોકોને સામેલ કરવા વિશે વિચારો છો. હું પૂરા સન્માન સાથે કહીશ કે મને નથી લાગતું કે તમારામાંથી કોઈ પણ ક્યારેય અદાણી કે અંબાણી બનવા જઈ રહ્યા છે. તેનું એક જ કારણ છે. તમે નહીં બની શકો કારણ કે તેના માટે દરવાજા બંધ છે. આથી સામાન્ય જાતિના લોકોનો જવાબ છે કે તમે આ દરવાજા ખોલો. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news