સંબંધોને લાંછનરૂપ ઘટના! દાનવ બનેલા દિયરે મિત્રો સાથે મળી મા સમાન ભાભીને પીંખી નાંખી

Rape With Murder Case : વડોદરાનાં શિનોરમાં 48 વર્ષની મહિલા પર 4 નરાધમોએ આચાર્ય દુષ્કર્મ,,, મહિલાને મોતને ઘાટ ઉતારી મૃતદેહને વૃક્ષ સાથે બાંધી દીધો,,,, પોતાના સગા દિયરે પણ આચર્યું હતું દુષ્કર્મ,,, પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

સંબંધોને લાંછનરૂપ ઘટના!  દાનવ બનેલા દિયરે મિત્રો સાથે મળી મા સમાન ભાભીને પીંખી નાંખી

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : એવું કહેવાય છે કે એક સ્ત્રી માટે તેના ચારિત્ર્યથી વધુ કિંમતી કાંઈ જ નથી હોતું. જેથી જ આપણા સમાજમાં ભાભીને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સબંધોને શરમાવે તેવી કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. દાનવ બનેલા દિયરે મિત્રો સાથે મળી પોતાની માા સમાન ભાભીને પીંખી નાખી મોતને ઘાટ ઉતારી દેતાં સંબંધો ખુદ સવાલોના ઘેરામાં આવી ગયો છે.

મૃતદેહને જોઈ પોલીસને શરૂઆતથી જ કઈક ખોટું થયું હોવાની શંકા
વડોદરા જિલ્લાનો નાનકડો શિનોર તાલુકો એવું કહેવાય છે કે અહીંયા ખૂબ મિલનસાર અને એકબીજા પ્રત્યે લાગણીની ભાવના રાખનારા લોકો વસવાટ કરે છે. પરંતુ કોણ જાણે કેમ અહી એક એવી ઘટના બની કે જેને શિનોર તાલુકાની સ્વચ્છ છબી પર ખૂબ મોટું લાંછન લગાવી દીધું છે. ગત તારીખ 4થી સપ્ટેમ્બરના રોજ શિનોર તાલુકાના નૌકા તાલીમ કેન્દ્ર નજીક ઝાડી ઝાંખરા નજીકથી એક આધેડ મહિલાનો નિર્વસ્ત્ર હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા શિનોર પોલીસ દોડતી થઇ હતી. નિર્વસ્ત્ર હાલતમાં ઝાડ સાથે બાંધેલા મૃતદેહને જોઈ પોલીસને શરૂઆતથી જ કઈક ખોટું થયું હોવાની શંકા પડી હતી. જેથી પોલીસે ઘટનાના મૂળ સુધી પહોચવા તપાસ તેજ કરી હતી. જેમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા હતા. મૃતક મહિલાની પુત્રીએ પણ તેની માતા સાથે કંઈક ખોટું થયું હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. 

મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ફાંસો અપાયો હતો
મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવતા મૃતકના ગળાનું હાડકું તૂટી જવાથી મહિલાનું મોત થયું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસને ઘટના સ્થળેથી મહિલા સાથે કંઈક ખોટું થયું હોવાના ત્રણ સેમ્પલ પણ મળી આવ્યા હતા. પરંતુ મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયો હોવાથી તેના વિસેરા લેવાની ફરજ પડી હતી. સમગ્ર મામલાની તપાસ દરમિયાન પોલીસને શંકા હતી તે સાચી ઠરી. કોઈકે મૃતક આધેડ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવાનો એક ખૂબ મોટો પડકાર હતો. જેથી જિલ્લા પોલીસ વડાએ ગામડામાંથી ગુનેગારોને શોધવા શિનોર પોલીસ સહિત વિવિધ એજન્સીઓને કામે લગાડી હતી.અને ઘટનાના 4 દિવસ બાદ ગ્રામ્ય LCB પોલીસે ગુનેગારોને ઝડપી પાડી સમગ્ર ઘટના પરથી પરદો ઊંચક્યો હતો.

ભાભીએ આડા સંબંધો રાખવાની ના પાડી હતી 
આ વિશે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું, જિલ્લા પોલીસે સામુહિક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરતાં એક બાદ એક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી..મૃતક મહિલાનો દિયર કિરણ વસાવા છેલ્લા ઘણા સમયથી તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, પરંતુ મૃતક મહિલાએ આડા સંબધ રાખવાની સ્પષ્ટ ના પાડતા કિરણ વસાવા રોષે ભરાયો હતો અને મિત્રો સાથે મળી પોતાના ભાભીનું કાસળ કાઢી નાખવા માટે પ્લાન ઘડ્યો હતી. મૃતક મહિલા પોતાના સ્વજનના ઘરેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે દાનવ બનેલા દિયરે પોતાના મિત્રો સાથે મળી પોતાની ભાભીનો પીછો કરવાનું શરુ કર્યું હતું. હવસખોરેની ચુંગાલથી બચવા મૃતક મહિલાએ જીવ બચાવી દોટ મૂકી હતી, પરંતુ આખરે તેઓ ગુનેગારોના હાથમાં આવી જતા દિયર સહિત 4 નરાધમોએ ભેગા મળી આધેડ મહિલા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં આધેડ મહિલાને ગળે ફાંસો આપી તેમના મૃતદેહને નિર્વસ્ત્ર હાલતમાં ઝાડ સાથે બાંધી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

દિયરે ભાભી પર દાનત બગાડી
ઉલ્લેખનીય છે કે મૃતક મહિલા વિધવા હોવાથી તેમના અન્ય પુરુષ સાથે આડાસંબંધ હતા. જેની જાણ તેમના દિયરને થતાં જ દિયરે ભાભી પર દાનત બગાડવાની શરૂ કરી દીધી હતી. પરંતુ પોતાનો મનસૂબો પાર ન પડતાં તેને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે આ ગુનામાં હાલ જિલ્લા પોલીસે પ્રવીણ સના વસાવા, કિરણ સના વસાવા, ચુનીલાલ મંગળ વસાવા,ગંગારામ વસાવાની ધરપકડ કરી છે અને ઝડપાયેલા તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news