SCO સમિટમાં પીએમ મોદીએ પુતિનને કહ્યું, યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો

સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. બંને નેતાઓની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી. 

SCO સમિટમાં પીએમ મોદીએ પુતિનને કહ્યું, યુદ્ધનો જમાનો નથી, શાંતિ પસંદ કરો

સમરકંદઃ સમરકંદમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વિવિધ મુદ્દે વાતચીત થઈ છે. પીએમ મોદીએ ઇશારામાં રશિયાના રાષ્ટ્રપતિને યુદ્ધને લઈને એક મહત્વની સલાહ આપી દીધી. તેમણે કહ્યું કે આ યુગ યુદ્ધનો નથી. તેમણે કહ્યું કે ડેમોક્રેસી, ડિપ્લોમેસી અને ડાયલોગથી દુનિયાને સાચો સંદેશ મળશે. તો ઉર્જા-સુરક્ષા પર પણ આ દરમિયાન ચર્ચા થઈ છે. પહેલા આ બેઠક 30 મિનિટ થવાની હતી, પરંતુ બંને નેતાઓ વચ્ચે એક કલાક કરતા વધુ સમય ચર્ચા થઈ છે. 

પુતિને રશિયાની યાત્રાનું આપ્યું આમંત્રણ
આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને રશિયાની યાત્રાનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે આપણા વચ્ચે કંસ્ટ્રક્ટિવ સંબંધો રહ્યાં છે. સાથે તેમણે કહ્યું કે ભારતે રશિયા પાસે ફર્ટિલાઇઝરની જે માંગ કરી છે, તેને પૂરી કરીશું. આશા છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાં મદદ થશે. તેમણે કહ્યું કે ઘણા બધા વિષયો પર ચર્ચા થઈ. બંને નેતાઓ વચ્ચે ભારત-રશિયાના દ્વિપક્ષીય સંબંધો વિશે વિગતવાર વાત થઈ હતી.

— ANI (@ANI) September 16, 2022

પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો
ત્યારબાદ બોલતા પીએમ મોદીએ કહ્યુ કે તમારો અને યુક્રેનનો આભાર વ્યક્ત કરીશ. તેમણે કહ્યું કે તમારા બંનેની મદદથી યુદ્ધ દરમિયાન અમે અમારા વિદ્યાર્થીઓને પરત વાવી શક્યા. તેમણે કહ્યું કે ભારત અને રશિયાનો સંબંધ અનેક ગણો વધ્યો છે. આ તકે પીએમ મોદીએ પોતાની અને પુતિનની મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ કે આપણે એક એવા મિત્ર રહ્યાં છીએ જે છેલ્લા ઘણા દાયકાથી એકબીજાની સાથે છે. દુનિયા આ વાત જાણે છે. 2001માં તમને પ્રથમવાર મળ્યો ત્યારે હું એક સ્ટેટ હેડ હતો. ત્યારથી સતત આપણી દોસ્તી આગળ વધી રહી છે. આજે તમે ભારત માટે જે ભાવનાઓ વ્યક્ત કરી છે. તેનાથી આપણા સંબંધ સારા થશે અને દુનિયાની આશા પણ પૂરી થશે. 

— ANI (@ANI) September 16, 2022

પીએમ મોદીએ કહ્યું કે તેમણે ઘણીવાર પુતિન સાથે ફોન પર વાત કરી કે લોકતંત્ર કૂટનીતિ અને સંવાદ દુનિયાને એક સ્પર્શ કરે છે. આજે આપણે વાત કરવાનો અવસર મળ્યો છે કે આપણા શાંતિના પથ પર કઈ રીતે આગલ વધી શકીએ. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના દાયકાઓથી ચાલી આવતા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news