જાપાને તૈયાર કરી દુનિયાની પહેલી અનોખી બસ, રસ્તાની સાથે રેલવે પાટા પર પણ દોડશે

જાપાને દુનિયાની પહેલી ડ્યુઅલ મોટર વ્હીકલ પરથી પરદો ઉઠાવી દીધો છે. આ વ્હીકલ રસ્તા પર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. જ્યારે રેલવેના પાટાઓ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે.
 

જાપાને તૈયાર કરી દુનિયાની પહેલી અનોખી બસ, રસ્તાની સાથે રેલવે પાટા પર પણ દોડશે

ટોક્યો: દુનિયાભરમાં વધતા પ્રદૂષણને જોતાં દરેક વ્યક્તિ ખાનગી વાહનની જગ્યાએ સાર્વજનિક કે સરકારી વાહનનો વિકલ્પ અપનાવવાની વાત કરી રહ્યા છે. જેમાં બસ, ટ્રેન, મેટ્રો જેવા વિકલ્પ પણ રહેલા છે. આજે અમે તમને જાપાનની એક ખાસ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે રસ્તા પર દોડવાની સાથે સાથે ટ્રેનના પાટા પર પણ ઝડપભેર દોડશે. જાપાને દુનિયાની પહેલી ડ્યુઅલ મોડ વ્હીકલને રજૂ કર્યું છે. આ બસની જેમ જોવા મળતી ગાડી રસ્તા અને રેલવે ટ્રેક બંને પર દોડી શકે છે. 25 ડિસેમ્બરે શનિવારે આ રેલ બસ દુનિયાની સામે રજૂ કરી છે. આ એક મિની બસની સાઈઝની છે. જ્યારે આ બસ રસ્તા પર દોડશે ત્યારે રબરના ટાયરનો ઉપયોગ કરશે. તે ટ્રેલર ટ્રેક પર બસ સ્ટીલ વ્હીલ્સ પર રન કરશે.

100 કિમીની છે ટોપ સ્પીડ:
ડ્યુઅલ મોડ વ્હીકલ્સને એવી જગ્યાએ પર ઉપયોગ કરવામાં આવી શકે છે. જ્યાં સારો રસ્તો નથી અને વાહન વ્યવહાર માટે મર્યાદિત સાધનો છે. આ ગાડીની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની છે. જોકે આ સ્પીડ માત્ર ઓનરોડ છે. જ્યારે પાટા પર 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ રેલવેના પાટાઓ પર મળે છે.

એક વખતમાં 21 મુસાફર કરી શકે છે મુસાફરી:
ડ્યુઅલ મોડ વ્હીલ્સનું સંચાલન કરનારી Asa Coast રેલવે કંપનીના પ્રમુખે કહ્યું કે તેનો ઉપયોગ સરળ છે. તેમાં વ્યવસ્થાઓમાં કોઈ મોટા ચેન્જીસ કરવા પડતા નથી. આ બસમાં એક વખતમાં 21 મુસાફરો બેસીને મુસાફરી કરી શકે છે. ડ્યુઅલ મોડવાળી આ બસ બંને પ્રકારના ટાયરથી સજ્જ છે. તેમાં રબરવાળા ટાયર પણ હોય છે. અને રેલવેના પૈડાં પણ હોય છે. ડ્રાઈવર જરૂરિયાત પ્રમાણે કોઈપણ મોડ ઓપન કરી શકે છે.

ડીઝલ ઈંધણથી થાય છે સંચાલિત:
ડ્યુઅલ મોડ વ્હીકલ બસ અનેક રંગોમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે. અને તે ડીઝલ ઈંધણથી સંચાલિત હોય છે. કંપની તેને સાઉથ જાપાનમાં શિકોકૂ દ્વીપના કિનારાની પાસેથી ઓપરેટ કરી રહી છે. આ મિની બસ ટ્રેન અહીંયા અનેક નાના શહેરોને કનેક્ટ કરે છે. જોકે હજુ સુધી આ વાતની જાણકારી સામે આવી નથી કે જાપાન તેને બીજા દેશો સુધી પહોંચાડશે કે પછી પોતાના દેશ સુધી જ સીમિત રાખશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news