એક સમયે ટેક્સીમાં બેસવા મળતું ન હતું, હવે ખરીદી કરોડો રૂપિયાની કાર

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર એવિન લુઈસ 30 વર્ષનો થઈ ગયો છે. તેણે પોતાના જન્મદિવસે પોશ કાર ખરીદી અને પોતાના મુશ્કેલીથી ભરેલા દિવસોને યાદ કર્યા.

એક સમયે ટેક્સીમાં બેસવા મળતું ન હતું, હવે ખરીદી કરોડો રૂપિયાની કાર

નવી દિલ્લી: આજે દરેક પ્રોફેશનલ ક્રિકેટર ધૂમ પૈસાની કમાણી કરે છે. તેમાં પણ આઈપીએલ જેવી લીગ આવી ગયા પછી હવે ક્રિકેટર આર્થિક રીતે ઘણા મજબૂત બની ગયા છે. પરંતુ તે સત્ય છે કે આટલા પૈસા કમાતાં પહેલાં આ ખેલાડીઓએ મુશ્કેલીથી ભરેલા દિવસો પણ જોયા છે. આવો જ એક ક્રિકેટર છે એવિન લુઈસ. જે સોમવારે 30 વર્ષનો થયો. વેસ્ટ ઈન્ડિઝના ધુઆંધાર ઓપનર એવિન લુઈસે પોતાના 30મા જન્મદિવસે એક અત્યંત ભાવુક કરનારી વાત ફેન્સની સાથે શેર કરી. પોતાના જન્મદિવસ પર એવિન લુઈસે કરોડો રૂપિયાની પોશ કાર ખરીદી. એવિન લુઈસે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં ફેન્સને જણાવ્યું કે તે તેના સપનાની કાર છે.

ટેક્સી માટે રાહ જોવી પડતી હતી:
એવિન લુઈસે અત્યંક ભાવુક વાત પણ લખી. જેણાં તેણે લખ્યું કે - ' આજે પણ તે દિવસ યાદ છે, જ્યારે તે પોતાની મોટી કિટ બેગ લઈને ટેક્સીની રાહ જોતો હતો અને અનેકવાર તેને ટેક્સીમાં એટલા માટે બેસવા દેવામાં આવતો ન હતો. કેમ કે તેની પાસે કિટ બેગ રહેતી હતી.

સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી છે એક:
એવિન લુઈસ હાલના સમયનો સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક છે. એવિન લુઈસે આ વર્ષે ટી-20 મેચમાં 82 સિક્સ ફટકારી છે. સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલે તે ત્રીજા નંબરે છે. લુઈસની શાનદાર અને પાવરફુલ હિટિંગ્સ તેને આઈપીએલ જેવી મોટી લીગમાં પણ સ્થાન અપાવે છે. જેના કારણે તે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

એવિન લુઈસની કારકિર્દી:
એવિન લુઈસે પોતાની કારકિર્દીમાં 57 વન-ડે મેચ રમી છે. જેમાં તેણે 4 સદી અને 10 અર્ધસદીની મદદથી 1847 રન બનાવ્યા. વન-ડેમાં તેના નામે 185 ફોર અને 52 સિક્સ છે. આ સિવાય એવિન લુઈસે 50 ટી-20 મેચમાં 2 સદી અને 10 અર્ધસદીની મદદથી 1423 રન બનાવ્યા છે. ટી-20માં તેણે 106 ફોર અને 110 સિક્સ ફટકારી છે. જ્યારે આઈપીએલમાં તેણે 21 મેચમાં 581 રન બનાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news