જાપાનમાં 60 વર્ષના સૌથી ભયાનક તોફાન હેજિબીસનો હાહાકાર, 73 લાખ લોકોનું સ્થળાંતર

જાપાનમાં ભીષણ તોફાન હેજિબીસે તબાહી મચાવવાનું ચાલુ કરી દીધું છે, જો કે સરકારે પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે

જાપાનમાં 60 વર્ષના સૌથી ભયાનક તોફાન હેજિબીસનો હાહાકાર, 73 લાખ લોકોનું સ્થળાંતર

ટોક્યો : જાપાનમાં ભીષણ તોફાન હેજિબીસે શનિવારે કિનારે ટકરાયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે જાપાનમાં આવનાર 6 દશકનું સંભવત સૌથી ખરાબ તોફાન છે. હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ જ જાપાનમાં તેનો સામનો કરવા માટે પગલા ઉઠાવાયા છતા તેના શનિવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને તેના કારણે સેંકડો લોકો ઘાયલ થઇ ગયા. તોફાનના કારણે 73 લાખ લોકોને સુરક્ષીત સ્થળ પર લઇ જવામાં આવ્યા છે. તોફાનનાં ડરથી જાપાનના રેલવે સ્ટેશન ઠપ્પ થઇ ગયા. ગલિઓ સુનસાન થઇ ગઇ અને લોકો પોતાનાં ઘરમાં ઘુસી ગયા. જાપાનનાં હવામાન વિભાગના અનુસાર શનિવારે સાંજે 144 કિલોમીટરની સ્પીડથી પવન ફુંકાઇ રહ્યો છે.

અહો વૈચિત્રમ! શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે હનુમાનજીને કસ્ટડીમાં લીધા
લાખો લોકોને સુરક્ષીત સ્થળ પર લઇ જવાની ચેતવણી
તોફાન આવે તે પહેલા અધઇકારીઓએ તેના ભીષણ પ્રભાવને જોતા આપદાનું સર્વોત્તમ એલર્ટ જાહેર કર્યું હતું અને અભુતપુર્વ વરસાદની ચેતવણી આપી હતી.  તંત્રણે લાખો લોકોને સુરક્ષીત સ્થળ પર જવાની સલાહ આપી હતી. અધિકારીઓએ ભીષણ પુર અને ભુસ્ખલનની અનેક ઘટનાઓનો રિપોર્ટ આપ્યો છે. આ ઘટનાઓમાં અનેક લોકો ગુમ થઇ ગયા. નદીના આસપાસ રહેનારા લોકોનાં ઘરનાં ત્રીજા માળ પર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. તોફાન પહેલા સમુદ્રમાં ભુકંપ પણ આવ્યો જેની તિવ્રતા 5.3ની હતી પરંતુ તેની અસર વધારે નહોતી થઇ કારણ કે સેંટર ખુબ જ ઉંડે ભુગર્ભમાં હતું.

EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ, યુકે અને દુબઇમાં રહેલી તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી
હેજિબીસનો શો અર્થ છે ?
તોફાન આવતા પહેલા તેના પ્રભાવને કારણે ભારે વરસાદ થયો. રગ્બી વર્લ્ડ કપની બે મેચને પણ રદ્દ કરવામાં આવી છે. તોફાનના કારણે જાપાની ગ્રાન્ડ પ્રિક્સમાં મોડુ થયું તથા ટોક્યો ક્ષેત્રમાં તમામ ઉડ્યનો અટકાવી દેવામાં આવી. જાપાન હવામાન વિજ્ઞાન વિભાગ (જેએમએ)એ જણાવ્યું કે, તોફાન સ્થાનીક સમયાનુસાર સાંજે 7 વાગ્યા પહેલા મુખ્ય હોંશુ દ્વીપ પર પહોંચ્યું. ત્યાર બાદ તે ટોક્ટોની દક્ષિણ પશ્ચિમના એક પ્રાયદ્વીપ ઇજુ તરફ ફંટાયુ હતું. તોફાન નબળું પડી ચુક્યું છે, પરંતુ સમુદ્ર કિનારા પર પહોંચતા પહેલા હજી પણ તે 216 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. Hagibis નો તાગાલોગ ભાષામાં અર્થ થાય છે ગતિ. એટલા માટે આ ભયાનક તોફાનને આવુ નામ આપવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરનાં 99% વિસ્તારોમાં જનજીવન પૂર્વવત, પોસ્ટપેડ સેવા થશે શરૂ
વંટોળીયાને કારણે મોત
તોફાન આવતા પહેલા વંટોળીયા પણ ઉઠી રહ્યા છે.  આ વંટોળીયાની ઝપટે ચડીને એક વ્યક્તિનું મોત નિપજ્યું. પૂર્વી ટોક્યોના ચિબામાં તોફાનના કારણે એક કાર પલટી ગઇ જેના ડ્રાઇવરનું મોત નિપજ્યું. શહેરમાં ભારે વરસાદનાં કારણે સ્થિતી વિપરિત છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત
સમુદ્રમાં તરતી દેખાઇ ગાડી
હેજીબિસના કારણે લોકોને નદીઓ અને સમુદ્રના કિનારે નહી જવાની ચેતવણી આપવામાં આવી. સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળતા જોવા મળ્યા અને જેના કારણે અનેક વસ્તુઓ તણાઇ ગઇ. સમુદ્રના પાણીમાં ગાડીઓ તરતી જોવા મળી. નિશિકાવા નદીથી અનેક લોકોને બચાવવામાં આવ્યા. જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર અનુસાર નદીઓ તોફાની બની છે. 

મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ
1958માં આવ્યું હતુ આવુ તોફાન
તોફાન બાદ રાહત અને બચાવ કાર્ય માટે 17 હજાર જવાનોને ફરજ પર ગોઠવી દેવાયા છે. જાપાની ટીવી ચેનલોમાં દેખાડાઇ રહેલા ફુટેજ અનુસાર હવામાં લોકોની વસ્તુઓ જેવી કે ચપ્પલ વાસણ વગેરે ઉડી રહ્યા હતા. ઓસાકા અને ટોક્યો વચ્ચે બુલેટ ટ્રેન પણ અટકાવી દેવામાં આવી છે. 1958માં ટોક્યોમાં આવું જ એક તોફાન આવ્યું હતું જેમાં આશરે 1200 લોકોનાં મોત નિપજ્યા હતા અને હજારો લોકોનાં ઘરમાં પાણી ભરાઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news