હવે પાકિસ્તાને ઈરાનમાં કરી 'એરસ્ટ્રાઈક', આતંકી ઠેકાણા તબાહ કર્યા હોવાનો દાવો
પાકિસ્તાનની સેનાએ 24 કલાકની અંદર જ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ પાક ફોર્સે ઈરાનમા અનેક જગ્યાઓ પર ટારગેટ એટેક કર્યા છે. રિપોર્ટ્સમાં એવું કહેવાય છે કે પાકિસ્તાને ઈરાનમાં બલુચ આતંકીઓની સુરક્ષિત જગ્યા ગણાવી બોમ્બમારો કર્યો છે. જેમાં અનેક હથિયારોનો ઉપયોગ કર્યો છે.
Trending Photos
Pakistan Iran Air Strike: સુન્ની બહુમતીવાળા પાકિસ્તાન અને શિયા દેશ ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. એક દિવસ પહેલા ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જૈશ અલ અદલ આતંકી સંગઠનના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. જેના પર પાકિસ્તાન ભડકી ગયું હતું. દેશમાં ગણતરીના દિવસમાં ચૂંટણી થવાની છે. હવે પાકિસ્તાનની સેનાએ 24 કલાકની અંદર જ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ પાક ફોર્સે ઈરાનમા અનેક જગ્યાઓ પર ટારગેટ એટેક કર્યા છે. રિપોર્ટ્સમાં એવું કહેવાય છે કે પાકિસ્તાને ઈરાનમાં બલુચ આતંકીઓની સુરક્ષિત જગ્યા ગણાવી બોમ્બમારો કર્યો છે. જેમાં અનેક હથિયારોનો ઉપયોગ કર્યો છે. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આતંકવાદ સમગ્ર ક્ષેત્રની સમસ્યા છે અને આ પ્રકારની એકતરફી કાર્યવાહીના ગંભીર પરિણામ આવી શકે છે.
Preliminary footages after Pakistani strikes on IRAN. pic.twitter.com/6DUxNuEcQc
— The Pakistan Daily (@ThePakDaily) January 18, 2024
પાકિસ્તાન મીડિયામાં હુમલાનો વીડિયો પણ દેખાડવામાં આવી રહ્યો છે. જેમાં એક દ્રશ્યમાં કેટલાક લોકો ભેગા થયેલા જોવા મળે છે. બીજો વીડિયો કોઈ કસ્બાનો જણાય છે.
Baloch militants scramble after Pakistan Air Force attacks targets in Iran. pic.twitter.com/kekfrx3CUa
— Islamabad Insider (@IslooInsider) January 18, 2024
કેટલાક રિપોર્ટ્સમાં એમ પણ કહેવાય છે કે પાકિસ્તાની ઈરાનની ઘણી અંદર એર સ્ટ્રાઈક કરી છે. ત્યારબાદ બલુચ લિબરેશન ફ્રન્ટે એક નિવેદન બહાર પાડીને હુમલામાં ઘણું નુકસાન થયું હોવાની વાત સ્વીકારી છે. ખબર છે કે પાકિસ્તાન સાથે તણાવ વધતો જોઈને ઈરાનની સેનાએ બોર્ડર પર સૈનિકો અને હથિયારોની તૈનાતી વધારી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો છે કે ઈરાનમાં BLA આતંકી ઠેકાણાઓ વિરુદ્ધ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી છે. બલુચ અલગાવવાદી સમૂહ જેમ કે બીએલએફ, બીએલએ આ હુમલામાં પ્રભાવિત થયા છે. જો કે ઈરાન કે પાકિસ્તાન તરફથી અધિકૃત રીતે કશું કહેવામાં આવ્યું નથી.
સાત લોકોના મોત
ઈરાનની ન્યૂઝ એજન્સી મેહરે ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રોવિન્સના રક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પાકિસ્તાને કરેલા મિસાઈલ હુમલામાં 7 વિદેશી લોકો માર્યા ગયા છે જેમાં 3 મહિલાઓ અને 4 બાળકો સામેલ છે.
A security source in Iran's Sistan and Baluchestan Province says that 7 people were killed in the missile attack launched by Pakistan on a border village. 7 foreign nationals, included 3 women and 4 children: Iran's Mehr News says https://t.co/ICdW1G3VPR
— Sidhant Sibal (@sidhant) January 18, 2024
હુમલો કરીને હવે કરગરી રહ્યું છે પાકિસ્તાન!
આ બધા વચ્ચે હવે પાકિસ્તાને ઈરાનને અપીલ કરી છે કે સંયમથી કામ લો. માહોલ બગાડવા જેવું પગલું ન ભરો. ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા વિરુદ્ધ પાકિસ્તાનમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો.
અત્રે જણાવવાનું કે ઈરાન દ્વારા પાકિસ્તાન પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ બંને દેસો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પાકિસ્તાની ઈરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. પાકિસ્તાન તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈરાન દ્વારા પાકિસ્તાનની સંપ્રભુતા પર અકારણ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોનો ભંગ છે.
ઈરાને મંગળવારે કરી હતી સ્ટ્રાઈક
ઈરાને પાકિસ્તાનમાં બલુચિસ્તાન પ્રાંતમાં એક સુન્ની આતંકી સંગઠન સંલગ્ન ઠેકાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. ઈરાનના આ હુમલામાં બે બાળકોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા એમ પાકિસ્તાનનું કહેવું છે. ઈરાની મીડિયાના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં આતંકવાદી સમૂહ જૈશ અલ અદલના બે ઠેકાણાને મંગળવારે મિસાઈલોથી ટાર્ગેટ કરાયા હતા. આ કાર્યવાહી રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા ઈરાક અને સીરિયામાં કરાયેલા હુમલાના એક દિવસ બાદ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે