જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, તેવા પિત્ઝા-બર્ગર ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા

NRI Brother And Sister Jain Samaj Diksha : વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા પરિવારના દીકરા અને દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવ્યો

જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, તેવા પિત્ઝા-બર્ગર ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા

Jain Samaj Diksha વડોદરા : જૈન સમાજમા દીક્ષા લેવાનું અનેરું મહત્વ છે. કરોડોની સંપત્તિ ત્યજીને સંયમના માર્ગે નીકળી પડેલા અનેક ઉદાહરણો છે. જૈન સમાજમાં એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે, જેમાં કરોડોની સંપત્તિ ધરાવતા આખેઆખા પરિવારો દીક્ષા લે છે અને સંયમના માર્ગે નીકળી પડે છે. ત્યારે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારના દીકરી અને દીકરી દીક્ષા લેવા જઈ રહ્યાં છે. અમેરિકામાં ઉછરેલા ભાઈ બહેને જૈન સમાજના દીક્ષાર્થી બનીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. ગત રોજ વડોદરામાં અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો પંન્યાસ આગમચંન્દ્રસાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો.

રત્નસુંદરસુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે બે બાળકો દીક્ષા લેવા જઈ રહ્યાં છે. અમેરિકાથી આવેલ મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તાન્યા દીક્ષા લેવાના છે. ગત રોજ પોતાના વર્ષીદાન સમારોહ યોજાયો હતો. આ વિશે તેમના પરિવારના સભ્ય વિનીતભાઈ શાહે જણાવ્યું કે, અમે પરિવાર સાથે અમેરિકાથી અહી આવ્યા છીએ. અમારા પરિવારમાં કોઈની દીક્ષાર્થી વિશે ખબર ન હતી. તેથી કરણ અને તાન્યા અમારા પરિવારમાં દીક્ષા લેનાર પ્રથમ વ્યક્તિ હશે. તે બંનેએ સ્વંય દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.

કરણ અને તાન્યા છેલ્લાં 5 વર્ષથી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા હતા. તેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. તેના બાદ તેઓએ ખુદ સંયમના માર્ગે જવાનો નિર્ણય કર્યો. 

કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.

જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news