દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ

સરકારે 18 ઓગસ્ટે બે સૂચનાઓ જારી કરતા 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત-ઉદ-દાવાના વડા સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન ઇબ્રાહિમો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.
 

દાઉદ પાકિસ્તાનમાં, ઇમરાન સરકારે જાહેર કર્યું 88 આતંકવાદીઓનું લિસ્ટ

ઇસ્લામાબાદઃ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ઘેરવાના પ્રયાસમાં લાગેલા પાકિસ્તાનને આશરે બે મહિના પહેલા ત્યારે ઝટકો લાગ્યો હતો જ્યારે આતંકવાદના ફન્ડિંગ પર ધ્યાન રાખનારી સંસ્થા 'ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ''(FATF)એ તેને ગ્રે લિસ્ટમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે તેમાંથી બહાર આવવાના પ્રયાસો હેઠળ પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર સહિત આ સંગઠનના વડાઓ પર આકરા નાણાકીય પ્રતિબંધો લગાવ્યા છે. ખાસ વાત છે કે આ લિસ્ટમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ પણ સામેલ છે, જેના દેશમાં હોવા પર પાકિસ્તાન અત્યાર સુધી ઇનકાર કરતું આવ્યું છે. 

સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ
જાણકારી પ્રમાણે આ આતંકી સંગઠનો અને તેના વડાઓની સંપત્તિ જપ્ત કરવા અને બેન્ક ખાતાને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પેરિસ સ્થિત FATFએ જૂન, 2018મા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યુ હતું અને ઇસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્યયોજના લાગૂ કરવાનું કહ્યું હતું, પરંતુ કોવિડ-19 મહામારીને કારણે આ સમયમર્યાદા વધારી દેવામાં આવી હતી. 

સરકારે 18 ઓગસ્ટે બે સૂચનાઓ જારી કરતા 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત-ઉદ-દાવાના વડા સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન ઇબ્રાહિમો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. ઇબ્રાહિમ 1993 મુંબઈ બોમ્બ વિસ્ફોટો બાદ ભારત માટે સૌથી મોટો આતંકવાદી બનીને ઉભર્યો છે. 

બલરામપુર પહોંચી દિલ્હી એટીએસની ટીમ, ઘર સીલ કર્યું, થઈ રહી છે પૂછપરછ  

UNSCના લિસ્ટ પ્રમાણે પ્રતિબંધ
પાકિસ્તાની સમાચાર પત્ર 'ધ ન્યૂઝ'ના સમાચાર અનુસાર પાકિસ્તાની સરકારે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા જારી કરવામાં આવેલી નવી યાદીના અનુપાલનમાં આતંકવાદી સમૂહોના 88 વડાઓ અને સભ્યો પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સૂચનાઓમાં જાહેર પ્રતિબંધ, જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, દાએશ, હક્કાની સમૂહ, અલકાયદા અને અન્ય પર લગાવવામાં આવ્યા છે. 

આ આતંકવાદીઓ પર એક્શન
ખબર અનુસાર સરકારે આ સંગઠનો અને વડાઓની બધી ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત કરવા અને તેના બેન્ક ખાતાને સીલ કરવાનો આદેશ આપ્યો છે. સઈદ, અઝહર, મુલ્લા ફઝતુલ્લા (ઉર્ફ મુલ્લા રેડિયો), ઝકીઉર રહમાન લખવી, મુહમ્મદ યહયા મુજાહિદ, અબ્દુલ હકીમ મુરાદ, નૂર અલી મહસૂદ, ઉઝ્બેકિસ્તાન લિબરેશન મૂવમેન્ટના અહમદ હક્કાની, યહયા હક્કાની અને ઇબ્રાહિમ અને તેના સહયોગી યાદીમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news