અમદાવાદ: આનંદનગર પોલીસ સ્ટેશન અધધ ભાડુ છતા 10*12 ની ઓરડીમાં ધમધમશે

 છેલ્લા ઘણા વર્ષોથી ત્રણ માળના ભયજનક બિલ્ડિંગમાં ચાલતું આનંદનગર પોલીસ સ્ટેશન હવે એસજી હાઇવે પર ખસેડવામાં આવ્યું છે. એસજી હાઇવે પર ઇસ્કોન એલિગન્સ નામના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે. ગુજરાતનું આ પહેલું એવું પોલીસ સ્ટેશન હશે જે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાલુ કરવામાં આવ્યું હોય. જો કે એક જ ઓફીસમાં સમગ્ર પોલીસ સ્ટેશન હોવાથી જગ્યાની ખુબ જ અછત છે. આ ઉપરાંત અહીં લોકઅપ જેવી સુવિધાઓ પણ નથી.
અમદાવાદ: આનંદનગર પોલીસ સ્ટેશન અધધ ભાડુ છતા 10*12 ની ઓરડીમાં ધમધમશે

અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી ત્રણ માળના ભયજનક બિલ્ડિંગમાં ચાલતું આનંદનગર પોલીસ સ્ટેશન હવે એસજી હાઇવે પર ખસેડવામાં આવ્યું છે. એસજી હાઇવે પર ઇસ્કોન એલિગન્સ નામના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે. ગુજરાતનું આ પહેલું એવું પોલીસ સ્ટેશન હશે જે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ચાલુ કરવામાં આવ્યું હોય. જો કે એક જ ઓફીસમાં સમગ્ર પોલીસ સ્ટેશન હોવાથી જગ્યાની ખુબ જ અછત છે. આ ઉપરાંત અહીં લોકઅપ જેવી સુવિધાઓ પણ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદનગર પોલીસ સ્ટેશન લોકઅપ બાબતે પીડિત રહ્યું છે. સૌપ્રથમ શિવરંજની રોડ પર શરૂ કરાયું ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન પાસે પોતાનું લોકઅપ નહોતું. તે સમયે આનંદનગર પોલીસ સ્ટેશનનાં આરોપીઓને વસ્ત્રાપુર કે સેટેલાઇટ પોલીસ લોકઅપમાં રાખવામાં આવતા. ત્યાર બાદ ભયજનક બિલ્ડિંગમા ખસેડાયું ત્યાં પણ સમસ્યાઓનો અંબાર ખડકાયો હતો.

જો કે આનંદ નગર પોલીસ સ્ટેન 10 બાય 12ની એક ઓફીસમાં ચાલુ કરવામાં આવતા પોલીસ સ્ટેશનમાં ક્યાં શું કરવું તે એક મોટો સવાલ પેદા થયો છે. 2.50 લાખ રૂપિયાની કિંમતની ભાડાની ઓફીસમાં તમામ સ્ટાફ એક સાથે બેસી શકે તેટલી પણ જગ્યા નથી. તેવામાં અહીં ટેબલ અને કોમ્પ્યુટર સહિતની વસ્તુ મુક્યા બાદ સ્થિતી વધારે વિકટ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news