પાકિસ્તાનમાં પૂર્વ જજ નીકળ્યાં 2200 કારના માલિક! હકીકત જાણીને ચોંકી જશો

પાકિસ્તાનના એક પૂર્વ જજ સિકંદર હયાદ એકદમ ચોંકી ગયા. શનિવારે તેમને માલુમ પડ્યું કે તેમના નામ પર 2200 કાર રજિસ્ટર્ડ છે.

પાકિસ્તાનમાં પૂર્વ જજ નીકળ્યાં 2200 કારના માલિક! હકીકત જાણીને ચોંકી જશો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના એક પૂર્વ જજ સિકંદર હયાદ એકદમ ચોંકી ગયા. શનિવારે તેમને માલુમ પડ્યું કે તેમના નામ પર 2200 કાર રજિસ્ટર્ડ છે. જો કે હયાતના વકીલ મિયાં જફરે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમના અસીલે ફક્ત એક જ કાર ખરીદી છે. પાકિસ્તાનના અખબાર ડોનમાં પ્રકાશિત અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. 

અહેવાલ મુજબ ઝફરે કહ્યું કે મારા અસીલના નામ પર 2224 કારો રજિસ્ટર્ડ જોવા મળી. પૂર્વ જજ હયાતના વકીલે વધુમાં કહ્યું કે થોડા દિવસ પહેલા પૂર્વ જજને એક કારનું ચલણ મળ્યું. જે કાર તેમણે ખરીદી પણ નહતી. પંજાબ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ વાતની જાણકારી અપાયા બાદ જે સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારું  હતું. પૂર્વ જજ 2224 વાહનોના રજિસ્ટર્ડ માલિક હતાં. 

cars

ત્યારબાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના સચિવ અને ડાઈરેક્ટરને આ મામલે એક રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કોર્ટે એક સપ્તાહની અંદર રિપોર્ટ માંગ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news