બિલ અમેરિકી સંસદમાં રજુ થયું અને હાહાકાર પાકિસ્તાનમાં મચી ગયો, જાણો શું છે મામલો?

આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈડ એન્ડ એકાઉન્ટિબ્લિટી એક્ટ છે.

બિલ અમેરિકી સંસદમાં રજુ થયું અને હાહાકાર પાકિસ્તાનમાં મચી ગયો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી: અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ અમરિકી સેનેટમાં એક બિલ રજુ કર્યું છે. જેને લઈને પાકિસ્તાનમાં ખુબ હોબાળો મચ્યો છે. આ બિલમાં અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી ચૂકેલા તાલિબાન અને તેના સહયોગી દેશો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી છે. 

આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈડ એન્ડ એકાઉન્ટિબ્લિટી એક્ટ છે. આ પ્રસ્તાવિત બિલમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કોઈ પણ દેશની સરકાર જો તાલિબાનને મદદ કરતી હોય કે તેને સમર્થન આપતી હોય તો અમેરિકા તે સરકારને રિવ્યૂ કરીને તેના પર સંભવિત પ્રતિબંધ પણ લગાવે. આ બિલની એક જોગવાઈમાં તાલિબાન માટે સમર્થન પ્રદાન કરનારી સંસ્થાઓમાં પાકિસ્તાનનનું નામ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આ બિલને લઈને પાકિસ્તાની સાંસદોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. 

પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરીન મજારીનું કહેવું છે કે અમેરિકાનો સાથે આપવાના કારણે પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સહયોગી બનીને સાથ આપવા છતાં પાકિસ્તાને હવે તેની સજા ભોગવવી પડશે. મજારીએ એક પછી એક ટ્વીટ કરીને આ વાત કરી. 

શીરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તેના સહયોગીઓની નિષ્ફળતા માટે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે તો એકવાર ફરીથી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપવાના કારમે મોટી કિંમત ચૂકવવી પડશે કારણ કે અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડતા અને અમરિકાની અફઘાનિસ્તાનમાં વાપસી બાદ અમેરિકાની સેનેટમાં એક બિલ રજુ કરવામાં આવ્યું છે. જેમાં તાલિબાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. 

— Shireen Mazari (@ShireenMazari1) September 28, 2021

20 વર્ષનુ રાજ છતાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ફેલાવી અરાજકતા
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે આર્થિક અને સૈન્ય રીતે શક્તિશાળી અમેરિકા અને નાટોએ 20 વર્ષ અફઘાનિસ્તાનમાં રહેવા છતાં કોઈ પણ સ્થિર શાસન માળકા વગર અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનની આ નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ લડાઈ અમારી ક્યારેય નહતી. અમારા 80 હજાર લોકોને નુકસાન પહોંચ્યું. અમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું. અમારે અમારા તથાકથિત મિત્ર અમેરિકા દ્વારા 450 ડ્રોન હુમલા ઝેલવા પડ્યા. 

તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે હવે બસ બહુ થઈ ગયું. પાકિસ્તાનને ટાર્ગેટ કરવાની જગ્યાએ હાલનો સમય તે તાકાતોએ પોતાની નિષ્પળતાઓને લઈને મંથન કરવાનો છે જે અફઘાનિસ્તાનમાં હાજર હતી. કારણ કે પાકિસ્તાને ખુબ મોટી કિંમત ચૂકવી છે. પાકિસ્તાનમાં જીવ ગયા છે. સોશિયલ, ઈકોનોમિક અને રેફ્યૂઝી સ્તરે નુકસાન ઝેલવું પડ્યું છે. અમે સતત શોષણ ઝેલ્યું છે. એક એવા યુદ્ધ માટે કે જે ક્યારેય અમારું નહતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

              

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news