ગુજરાતના માથા પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું, પાકિસ્તાન તરફ ફંટાયું, પણ અસર રહેશે
ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.
ગુજરાત પર નથી વાવાઝોડાનો કોઈ ખતરો રહ્યો નથી. હવામાન વિભાગે માહિતી આપી કે, અરબ સાગરમાં 'શાહીન' નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. જો કે, ગુજરાત પર કોઈ ખતરો નથી. કેમ કે, શાહીન વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડા બાદ હવે શાહીન વાવાઝોડાનું સંકટ માથે મંડરાઈ રહ્યુ હતું. પણ હવે અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ છે. જોકે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ આવશે. આજથી ત્રણ દિવસ વાવાઝોડાની અસર ગુજરાતમાં રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એટલુ જ નહિ, આ વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. જેની રફ્તાર 80 થી 90 કિમી સુધી પણ જઈ શકે છે.
આ પણ વાંચો : સમગ્ર રાજ્યમાં મેઘમહેર, ગુજરાતમાં 65 ડેમો સંપૂર્ણ ભરાયા, કુલ 207 ડેમમાં 73.89% પાણીનો જથ્થો
હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તોફાની પવન અને વરસાદને કારણે તમામ રાજ્યોના તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ગુજરાતના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવા કોસ્ટગાર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.
આગામી 24 કલાક ગુજરાતના માથા પર વરસાદનું સંકટ રહેશે. દક્ષિણ અમદાવાદમાં અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે