Imran Khan Disqualified: પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, 5 વર્ષ ચૂંટણી નહીં લડી શકે
Toshankhana Case Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મોટો ઝટકો મળ્યો છે. તેમણે હવે જેલમાં જવું પડશે. કોર્ટે તેમને 3 વર્ષની સજા ફટકારી છે જેના કારણે હવે તેઓ 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને તોસાખાના કેસમાં કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે રાજકારણમાંથી ડિસ્કવોલિફાય કરાયા છે. પાકિસ્તાનથી આવી રહેલા આ ખબર મુજબ પીટીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવાયા છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરી લેવાઈ છે.
3 વર્ષની કેદ અને એક લાખનો દંડ
તોશાખાના કેસમાં ઈમરાન ખાન પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન જમા કરવાની સ્થિતિમાં ઈમરાન ખાને 6 મહિના વધુ જેલવાસ ભોગવવો પડશે. ઈસ્લામાબાદ પોલીસને ઈમરાન ખાનનું ધરપકડ વોરંટ મળી ગયું છે.
Former Pakistan Prime Minister Imran Khan arrested after found guilty in Toshakhana case, reports Pakistan's Geo News pic.twitter.com/3gQ7TTJ02x
— ANI (@ANI) August 5, 2023
કોર્ટનો ચુકાદો આવતા જ ઈસ્લામાબાદ પોલીસ અને પ્રશાસન એક્શનમાં આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તોશાખાના કેસમાં કોર્ટના ચુકાદા બાદ આઈજી ઈસ્લામાબાદને તરત જ તેમની ધરપકડ કરવાના આદેશ અપાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે