Pavagadh: 57 વર્ષ બાદ પાવાગઢના પર્વત પર જાતે જ ઊગી નીકળ્યો આ દુર્લભ છોડ?
Gujarat Tourism: ગુજરાતના જોવા લાયક સ્થળોની વાત આવે ત્યારે એમાં પાવાગઢનું નામ અચુક આવે. ગુજરાતના નામાંકિત હિલ સ્ટેશનમાં પાવગઢ મોખરાનું સ્થાન ધરાવે છે. પણ શું તમે પાવાગઢ વિશે આ વાત જાણો છો?
Trending Photos
જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: પ્રકૃતિપ્રેમીઓ અને તેના સંશોધકો માટે ખૂબ જ સારા અને અકલ્પનિય કહી શકાય તેવી ખબર માં મહાકાળી ના ધામ પાવાગઢ થી સામે આવી છે.પાવાગઢ ની તળેટી માં સંશોધકો ને મળેલા પુરાવા એ વાત ની સાબિતી પુરી રહ્યા છે કે આ વિસ્તારમાં પ્રકૃતિ પોતાની જાતને રીફોર્મ એટલે કે પૂર્વવત કરી રહી છે. શુ છે આ અભૂતપૂર્વ ઘટના એ પણ વિગતવાર જાણીએ આ અહેવાલમાં...
મળી આવ્યો દુર્લભ છોડઃ
પંચમહાલ જિલ્લાના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પાવાગઢ અને જાંબુઘોડાના જંગલ વિસ્તારમાં અનેક એવા ઔષધીય ગુણો થી ભરપૂર અને હાલ ની સ્થિતિ એ દુર્લભ ગણી શકાય એવા છોડ મોજુદ છે જે દુનિયા માં ક્યાંય જોવા નથી મળતા.ઘણીખરી ઔષધીય અને ફડાઉ તેમજ શાકભાજી ની પ્રજાતિઓ વિલુપ્ત થઇ ગઇ છે જ્યારે કેટલીક વિલુપ્ત થવા ના આરે છે. ત્યારે હાલ માં જ પાવાગઢ તળેટી માં નિર્માણ પામેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ થયેલ વનકવચ નામના વન માંથી નિર્માણ પ્રક્રિયા દરમ્યાન દમણ સાયન્સ કોલેજ ના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વર્ગીકરણ શાસ્ત્રી ડૉ. સંદીપ પટેલે જ્યારે આ વન ની મુલાકાત લીધી ત્યારે તેમને એક અતિ દુર્લભ પ્રજાતિનો છોડ મળી આવ્યો હતો. આ છોડ અંદાજીત 57 વર્ષ બાદ તેની જાતે જ ઊગી નીકળ્યો હોવા નું ડૉ. સંદીપ પટેલ ના સંશોધન માં સામે આવ્યું હતું.
વાત જંગલી કંકોડા ના છોડ ની છે જેની આ વિશિષ્ટ કહી શકાય તેવી પ્રજાતિ 57 વર્ષ બાદ પાવાગઢ માં જોવા મળી છે.આ પ્રજાતિ નું વૈજ્ઞાનિક નામ મોમોડિટા ડેન્યુડીટા છે.57 વર્ષ અગાઉ 1966 માં વનસ્પતિશાસ્ત્રી ડૉ.જી.એમ.ઓઝા એ પોતાના સંશોધન દરમ્યાન આ પ્રજાતિ નોંધી હતી ત્યાર બાદ આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ હતી જે હવે આટલા વર્ષો બાદ ડૉ.સંદીપ પટેલ ને મળી આવી છે.
જાણો કેટલી છે છોડની ઉંચાઈ:
નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીએ જણાવ્યું હતુંકે, સામાન્ય રીતે ભારત અને શ્રીલંકાના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી જંગલી કંકોડા ની આ જાત ને વન વિભાગ દ્વારા પાવાગઢ તળેટી વિસ્તાર માં ની મિયાવાકી વન બનાવવાની પ્રક્રિયા દરમ્યાન શોધી કાઢવામાં આવી છે. મળી આવેલી દુર્લભ જાતિ ના છોડ અંગે તેના ગુણધર્મોનો અભ્યાસ કરવા માં આવશે.આ છોડ જે સામાન્ય રીતે અન્ય વૃક્ષો પર ઉગે છે અને સાતથી આઠ ફૂટની ઉંચાઈ સુધી પહોંચી શકે છે, તેના ઔષધીય અને અન્ય ગુણો માટે અભ્યાસ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે