TMKOC: તારક મહેતા....ના પ્રોડ્યુસર અસિત મોદીને મળ્યો મોટો ઝટકો, કેસ હાર્યા, જાણો શું કહ્યું શૈલેષ લોઢાએ?
Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. પ્રોડ્યુસર અસિત મોદી એક પછી એક મુસિબતમાં ફસાઈ રહ્યા છે. ત્યારે તેમને હવે એક મોટો ઝટકો મળ્યો છે અને શૈલેષ લોઢા જોડે ચાલી રહેલા વિવાદમાં તેઓ કેસ હારી ગયા છે.
Trending Photos
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શોમાં અભિનેતા શૈલેષ લોઢાએ પણ દમદાર એવું તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. તેમને આ શોમાં દર્શકો ખુબ પસંદ કરતા હતા. પરંતુ એપ્રિલ 2022માં તેમણે આ શોને અલવિદા કરી દીધી. આ વર્ષની શરૂઆતમાં અભિનેતાએ પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ તેમની બાકી રકમ ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો અને આખરે શૈલેષ લોઢાના પક્ષમાં આ ચુકાદો આવ્યો.
અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. શોમાં મિસિસ રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી અને અન્ય બે પર શારીરિક ઉત્પીડન કરવાનો દાવો કર્યો હતો. સીરિયલમાંથી વિદાય થયેલા અન્ય પણ કેટલાક કલાકારોએ દાવો કર્યો હતો કે સેટ પર ભેદભાવ થાય છે, પોલિટિક્સ થાય છે.
શૈલેષ લોઢા અને અસિત મોદી વચ્ચે થયું સમાધાન
આ વર્ષની શરૂઆતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલા અભિનેતા શૈલેષ લોઢાએ પોતાની બાકી રકમ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) નો સંપર્ક કર્યો અને ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સી સંહિતાની કલમ 9 હેઠળ કેસની સુનાવણી થઈ અને વર્ચ્યુઅલ માધ્યમથી શૈલેષ લોઢા અને અસિત મોદી વચ્ચે સમાધાન થયું. બોલીવુડ ટાઈમ્સના રિપોર્ટ મુજબ નિર્ણય મે મહિનામાં આવ્યો હતો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ શૈલેષ લોઢાને સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 1,05,84,000 રૂપિયાની ચૂકવણી કરવી પડી.
આ મામલે વાત કરતા શૈલેષ લોઢાએ કહ્યું કે આ લડાઈ ક્યારેય પૈસાને લઈને નહતી. તે ન્યાય અને આત્મસન્માનની શોધ વિશે હતી. મને એવું લાગે છે કે જાણે મે કોઈ લડાઈ જીતી લીધી છે અને મને ખુશી છે કે સત્યની જીત થઈ છે. શોમાંથી બહાર નીકળવા અને જે ખોટું થયું તેને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ ઈચ્છતા હતા કે હું મારી બાકી રકમ મેળવવા માટે કેટલાક કાગળો પર સહી કરું. તેમને કેટલીક શરતો હતો કે તમે મીડિયા સાથે વાત ન કરી શકો અને અન્ય ચીજો...હાથ ઘૂમાવવા છતાં હું ઝૂક્યો નહીં. હું મારા પૈસા મેળવવા માટે કોઈ કાગળો પર સહીં કેમ કરું?
તેમણે એમ પણ કહ્યું કે તેમના વલણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક કલાકારને પણ મોટિવેટ કર્યો છે. તેમણે કહ્યું કે હું એ કલાકારનું નામ લેવા નથી માંગતો, તેને 3 વર્ષથી વધુ સમયથી પેમેન્ટ કરાયું નહતું. મારા કેસ દાખલ કર્યા બાદ તેને પ્રોડક્શન હાઉસ તરફથી બોલાવવામાં આવ્યા અને તેમની બાકી રકમ ચૂકવવામાં આવી. તેમણે આ માટે મને આભાર વ્યક્ત કરવા ફોન પણ કર્યો હતો. અત્રે જણાવવાનું કે હવે સીરિયલમાં તારક મહેતાની ભૂમિકા શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફ ભજવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે