પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

પંજાબ રાજ્યની પોલિસે કહ્યું કે, મક્કીની કાયદો વ્યવસ્થા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન સરકાર દ્વારા જમાની જેમ જ એફઆઈએફ પર પણ માર્ચ મહિનામાં પ્રતિબંધ લાગવી ચૂકી છે 
 

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને મોટો ઝટકો, નજીકના સંબંધીની કરાઈ ધરપકડ

લાહોરઃ મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના નેતા હાફિઝ સઈદના નજીકના સંબંધીની સમાજમાં ઘૃણા ફેલાવે તેવું ભાષણ આપવા અને પાકિસ્તાન સરકારની ટીકા કરવાના આરોપ હેઠળ ધરપકડ કરાઈ છે. પોલીસે બુધવારે આ માહિતી આપી છે. 

જિયો ન્યૂઝે ગૃહમંત્રાલયના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, જમાની રાજકીય અને આંતરરાષ્ટ્રીય શાખાના પ્રમુખ અને તેની ચેરીટી સંસ્થા ફલાહ-એ-ઈન્સાનિયત ફાઊન્ડેશનના પ્રભારી અબ્દુલ રહેમાન મક્કીની આ પ્રતિબંધિત સંગઠન સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત ધરપકડ કરાઈ છે. 

પંજાબ પોલીસે જણાવ્યું કે, મક્કીને કાયદો વ્યવસ્થા અધિનિયમ અંતર્ગત ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન સરકાર જમાતની જેમ જ એફઆઈએફ પર પણ માર્ચ મહિનામાં પ્રતિબંધ મુકી ચુકી છે. 

જમાત વિશે કહેવાય છે કે, તે લશ્કર-એ-તૈયબાનું મોહરો પહેરીનું કામ કરતું સંગઠન છે. આ સંગઠન મુંબઈ હુમલા માટે જવાબદાર છે, જેમાં 166 લોકોનાં મોત થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news