ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થયો છે ઉપયોગ?

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે. 

ઈમરાનની થશે હકાલપટ્ટી!, PAK સેનાની 111 બ્રિગેડનો જ કેમ તખ્તાપલટમાં થયો છે ઉપયોગ?

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય પટલ પર ઊંધે માથે પછડાયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ નિષ્ફળતા સાંપડી છે. યુએનમાં ઈમરાન ખાનના નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાન પર નજર રાખી રહેલા વિશ્લેષકો માની રહ્યાં છે કે ત્યાંની સેના પાકિસ્તાનના વડાપ્રધાનથી ખુશ નથી. આમ પણ પાકિસ્તાનમાં વિદેશ નીતિ અને ખાસ કરીને કાશ્મીર મુદ્દે સેનાની ભૂમિકા જ નિર્ણાયક હોય છે. કાશ્મીર પર ઈમરાન ખાન સરકારની આંતરરાષ્ટ્રીય પટલ પર કારમી હાર અને ખરાબ અર્થવ્યવસ્થાને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે પડદા પાછળ અદ્રશ્ય શક્તિ બની બેઠેલી પાકિસ્તાનની સેના હવે ફરી એકવાર સામે જોવા મળી રહી છે. 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લીધા બાદ ઈમરાન ખાન પાકિસ્તાન પાછા ફર્યા ત્યારપછી જે બે મહત્વના ઘટનાક્રમ થયા તેનાથી આ સમગ્ર વાતને સમર્થન મળે છે. પહેલી વાત એ કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ સેનાની 111 બ્રિગેડની તમામ રજાઓ રદ કરી દીધી છે. બીજી વાત એ કે જનરલ બાજવાએ પાકિસ્તાનના મોટા ઊદ્યોગપતિઓ સાથે ગુપ્ત બેઠક યોજી હતી. આ બે ઘટનાક્રમને જોતા પાકિસ્તાનમાં એકવાર ફરીથી તખ્તાપલટની આશંકા સેવાઈ રહી છે. આવું એટલા માટે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં હંમેશાથી તખ્તાપલટ માટે લગભગ 111 બ્રિગેડનો જ ઉપયોગ થતો આવ્યો છે. 

111 બ્રિગેડ (111 Brigade)
પાકિસ્તાનની સેનાની 111 બ્રિગેડ રાવલપિંડીમાં તૈનાત રહે છે અને તે પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટરની ગેરિસન બ્રિગેડ છે. આ બ્રિગેડનો ઉપયોગ અગાઉ થયેલા લગભગ દરેક સૈન્ય તખ્તાપલટમાં થયો છે. આથી આ બ્રિગેડને તખ્તાપલટ બ્રિગેડ પણ કહે છે. તખ્તાપલટ માટે આ બ્રિગેડનો પહેલવાર ઉપયોગ 1958માં થયો હતો. જ્યારે પાકિસ્તાનના તત્કાલિન સેના પ્રમુખ જનરલ અયુબ ખાને ત્યાંના તત્કાલિન રાષ્ટ્રપતિ ઈસ્કંદર મિર્ઝાને તેમના પદેથી હટાવ્યાં હતાં અને સત્તા પર કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત વર્ષ 1969, 1977 અને 1999માં પણ  તખ્તાપલટ માટે પાકિસ્તાની સેનાએ પોતાની આ જ બ્રિગેડનો ઉપયોગ કર્યો હતો. આ બ્રિગેડ રાવલપિંડીમાં તૈનાત છે. રાવલપિંડીથી ઈસ્લામાબાદનું અંતર ફક્ત 21 કિમી છે. આથી ખુબ ઓછા સમયમાં ઈસ્લામાબાદ પહોંચી શકે છે અને તખ્તાપલટની કાર્યવાહીને અંજામ આપી શકે છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાનમાં સેના જ દેશ ચલાવે છે અને દેશની મોટી મોટી ઈન્ડસ્ટ્રી પણ સેના દ્વારા સંચાલિત થાય છે. એક રિપોર્ટ મુજબ 2016માં પાકિસ્તાનમાં સેના પાસે એક લાખ 42 હજાર કરોડ રૂપિયાથી વધુનો કારોબાર હતો. ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2019માં પાકિસ્તાની સેનાનો કારોબાર 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ચૂક્યો છે. પાકિસ્તાનની સેના પાકિસ્તાનમાં 50 થી વધુ પ્રોજેક્ટ્સ ચલાવે છે. પાકિસ્તાનની સેનાએ અલગ અલગ પ્રોજેક્ટ ચલાવવા માટે 5 ફાઉન્ડેશન્સ બનાવ્યાં છે. જેમના નામ છે ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન, આર્મી વેલફર ટ્રસ્ટ, અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝ. આ તમામ સંસ્થાઓની કમાન પાકિસ્તાનના સૈન્ય ઓફિસરોના હાથમાં હોય છે. અને આ તમામ ઓફિસરો આ સંસ્થાઓ દ્વારા ખુબ  પૈસા કમાય છે. 

12 ટકા જમીન સેના પાસે
એક આંકડા મુજબ પાકિસ્તાનની કુલ જમીનના 12 ટકા હિસ્સો સેના પાસે છે. પાકિસ્તાનમાં સૈન્ય ઓફિસરોને કોડીના ભાવે જમીન આપી દેવાય છે અને આ જમીનોને ત્યાંના ઓફિસરો માર્કેટ ભાવે વેચીને કરોડો રૂપિયા કમાય છે. પાકિસ્તાનમાં સેના અનેક કંપનીઓ ચલાવે છે. જેના ઊંચા પદો પર પાકિસ્તાની સેનાના જ રિટાયર્ડ ઓફિસર્સ બિરાજમાન છે. પાકિસ્તાનની સેના કોર્ન ફ્લેક્સ, અનાજ, લોટ, મધ,  ચોકલેટ, અને કસ્ટર્ડ પાઉડર સુદ્ધા બનાવે છે. અહીં એ પણ જણાવવાનું કે ભારત પાસેથી કાશ્મીર પડાવવાનો દાવો કરનારી પાકિસ્તાની સેના રેડીમેડ ખીર પણ બનાવે છે. 

પાકિસ્તાનની સેના એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ પણ ચલાવે છે અને સીમેન્ટ પણ વેચે છે. પાકિસ્તાનની અનેક મોટી પેટ્રોલિયમ કંપનીઓના માલિક પણ ત્યાંની સેના જ છે. એટલું જ નહીં પાકિસ્તાનની સેના અસ્કરી બેંક નામથી એક પ્રાઈવેટ બેંક પણ ચલાવે છે. અને આ બેંક પાકિસ્તાનની સૌથી મોટી નાણાકીય સંસ્થાનોમાંથી એક છે. એટલે કે પાકિસ્તાનમાં સેનાની પોતાની એક સિસ્ટમ છે અને ત્યાં વડાપ્રધાન ભલે ગમે તે હોય પરંતુ સત્તાની ચાવી સેના પાસે જ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news