Sye Raa Narsimha Reddy ની BOX OFFICE પર ધૂમ, કમાણીના મામલે 'વોર'ને પણ ચટાડી ધૂળ
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતા અનુસાર 'સઇ રા નરસિન્હા રેડ્ડી'એ પહેલાં દિવસે કુલ 65 કરોડનો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી, જ્યારે 'વોર'એ બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરી છે.
Trending Photos
નવી દિલ્હી: આ બુધવારે બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ, જેમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ચિરંજીવી (Chiranjeevi) ની ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)' અને બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની એક્શન થ્રિલર (war)' સામેલ છે. આ બંને ફિલ્મોએ પોતાના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર હંગામો મચાવી દીધો, પરંતુ 'વોર' પર 'સઇ રા નરસિમ્હા રેડ્ડી' ભારે પડી. જી હાં ઓપનિંગ પર 'સઇ રા નરસિમ્હાએ કમાણીના મામલે 'વોર'ને પછાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
‘Syeraa Narasimha Reddy’ netted Rs. 65 crore (all versions put together) on day 1. ‘War’ day 1 was Rs. 53.35 crore.
— Komal Nahta (@KomalNahta) October 3, 2019
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહતા અનુસાર 'સઇ રા નરસિન્હા રેડ્ડી'એ પહેલાં દિવસે કુલ 65 કરોડનો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી, જ્યારે 'વોર'એ બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 53 કરોડની કમાણી કરી છે. આ અનુસાર બંને ફિલ્મોના આંકડાને જોડીએ તો બંનેએ મળીને બોક્સ ઓફિસ પર કુલ 118 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મ 'સઇ રા નરસિમ્હા રેડ્ડી' એક એવો યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાણી છે, જેને અંગ્રેજો વિરૂદ્ધ સૌથી પહેલાં જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) નરસિમ્હા રેડ્ડીના ગુરૂના પાત્રમાં જોવા મળી રહ્યા છે.
October 2, 2019 recorded highest single-day collection figure at all-India box-office. All films put together netted more than Rs. 120 crore which was the erstwhile record created on the day of release of ‘Bahubali2: The Conclusion’. So, ‘War’, ‘Syeraa’ & ‘Joker’ together did it.
— Komal Nahta (@KomalNahta) October 4, 2019
તો બીજી તરફ ફિલ્મ 'વોર'માં ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ ઉપરાંત વાણી કપૂર, અનુપ્રિયા અને દીપાનિતા શર્મા પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને હિંદી ઉપરાંત તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે