Pakistan માં ફરી સર્જિકલ સ્ટ્રાઈક, આ દેશે પોતાના બે સૈનિકોને છોડાવ્યા
મીડિયા અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે ઈરાને ગુપ્તચરો અને સૈન્યકર્મીઓની મદદ લીધી અને આ આતંકવાદીઓ વિશે જાણકારી મેળવી જેણે ઈરાની સૈનિકોને પોતાની પાસે રાખ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan) માં વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક (Surgical Strike) થઈ છે, આ વખતે ભારતે નહીં પરંતુ ઈરાને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. જાણકારી પ્રમાણે ઈરાને પાકિસ્તાન પર હુમલો કરી પોતાના બે સૈનિકોને છોડાવી લીધા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઈરાને મંગળવારની રાત્રે પાકિસ્તાનમાં ઘુસીને પોતાના સૈનિકોને છોડ્યા અને ઘણા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઈરાની મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓપરેશનમાં પાકિસ્તાનના કેટલાક સુરક્ષાદળોના મોત થવાના પણ સમાચાર છે.
IRGC (ઈરાન રેવોલ્યૂશનરી ગાર્ડ) એ સત્તાવાર નિવેદન જારી કરી કહ્યું કે, ઈરાનના બે સૈનિકોને મંગળવારે રાત્રે એક સફળ ગુપ્ત ઓપરેશનમાં મુક્ત કરાવી લીધા છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, બે વર્ષ પહેલા (વર્ષ 2018) માં પાકિસ્તાનના જૈશ અલ-અદલ (Jeish Al-Adl) આતંકવાદી ગ્રુપે ઈરાનના બે સૈનિકોનું અપહરણ કરી લીધુ હતું.
આ પણ વાંચોઃ આ જ્વાળામુખી ટાપુ પર રહે છે લોકો, જુઓ PHOTOS
મીડિયા અહેવાલ પ્રમાણે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે ઈરાને ગુપ્તચરો અને સૈન્યકર્મીઓની મદદ લીધી અને આ આતંકવાદીઓ વિશે જાણકારી મેળવી જેણે ઈરાની સૈનિકોને પોતાની પાસે રાખ્યા હતા. પરંતુ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કોઈ નવી વાત નથી. આ પહેલા અમેરિકા અને ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકીઓનો ખાત્મો કર્યો હતો.
વર્ષ 2018માં કર્યું હતું સૈનિકોનું અપહરણ
જાણકારી પ્રમાણે ઓક્ટોબર 2018ના મધ્યમાં પાકિસ્તાની આતંકી ગ્રુપ જૈશ અલ-અદ્લે દક્ષિણ પૂર્વી સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં મિર્જાવેહ સરહદ પર 14 ઈરાની સૈનિકોનું અપહરણ કરી લીધું હતું. આતંકીઓએ 15 નવેમ્બરે 5 સૈનિકોને છોડી દીધા હતા. આતંકીઓએ 4 અન્ય સૈનિકોને માર્ચ 2019મા છોડ્યા હતા. ઈરાન રેવોલ્યૂશનરી ગાર્ડે વિદેશી ગુપ્ત સેવાઓ પર જૈશ અલ-અદ્લની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાની સેના કરે છે સમર્થન
મહત્વનું છે કે જૈશ અલ-અદલ એક સલાફી જેહાદી આતંકી સંગઠન છે જે મુખ્ય રીતે દક્ષિણી-પૂર્વી ઈરાનમાં સક્રિય છે. આ આતંકી સંગઠન ઈરાનમાં નાગરિકો અને સૈન્ય ઠેકાણાને પોતાનું નિશાન બનાવતું રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે