Adani Group: ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી પણ ફેંકાઈ ગયા, ઉપરાઉપરી બીજો ઝટકો પણ મળ્યો

Gautam Adani: અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બહાર પડ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં જે સુનામી જોવા મળી તેણે ગૌતમ અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા છે. રોજે રોજ તેમની નેટવર્થમાં પણ મોટો કડાકો સર્જાઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ ગૌતમ અદાણઈ હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. આ ઝટકાની સાથે બીજો એક ઝટકો પણ અદાણીને મળ્યો છે. 

Adani Group: ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી પણ ફેંકાઈ ગયા, ઉપરાઉપરી બીજો ઝટકો પણ મળ્યો

Adani Enterprises: અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બહાર પડ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં જે સુનામી જોવા મળી તેણે ગૌતમ અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા છે. રોજે રોજ તેમની નેટવર્થમાં પણ મોટો કડાકો સર્જાઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ ગૌતમ અદાણઈ હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. આ ઝટકાની સાથે જ અદાણીને ઉપરાઉપરી બીજા ઝટકા પણ મળ્યા છે. 

ડાઉ જોન્સમાંથી હટશે
ન્યૂયોર્ક શેર બજાર ડાઉ જોન્સે અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝને મોટો ઝટકો આપતા S&P Dow Jones Indices માંથી હટાવવાનો નિર્ણય લીધો છે. શેર બજાર તરફથી બહાર પડેલી નોટ મુજબ અદાણી એન્ટરપ્રાઈઝને Dow Jones સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સથી હટાવવામાં આવશે. અદાણી એન્ટરપ્રાઈઝ અંગેની આ કાર્યવાહી સ્ટોકમાં હેરફેર અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોના વિશ્લેષણ બાદ કરાઈ છે. 

NSE એ લગાવી રોક
બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ પણ અદાણી ગ્રુપ પર મોટો નિર્ણય લીધો છે. એનએસઈએ 3 ફેબ્રુઆરી 2023ના ટ્રેડિંગ માટે ફ્યૂચર એન્ડ ઓપ્શન (F&O) પર રોક લગાવી છે. ગ્રુપની 3 કંપનીઓને તો પહેલેથી જ સર્વિલાન્સ પર રખાઈ છ. આ પગલાં બાદ એનએસઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે કંપનીના શેરોની નિગરાણી થશે.

ફેસબુકના માર્ક ઝુકરબર્ગથી પણ પાછળ
બ્લુમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થમાં આવેલા ઘટાડાના પગલે હવે તેઓ અબજોપતિઓની યાદીમાં ગગડીને 21માં નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ ઘટીને 61.3 અબજ ડોલર થઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમને 10.7 અબજ ડોલરનું નુકસાન થયું છે. શેરોમાં ઘટાડાના પગલે જે સ્થિતિ બની છે તેના લીધે ગૌતમ અદાણી ફેસબુકના માર્ક ઝુકરબર્ગથી પણ પાછળ થઈ ગયા છે. ઝુકરબર્ગની કુલ નેટવર્થ 69.8 અબજ ડોલર છે. તથા તેઓ યાદીમાં 13માં નંબરે પહોંચી ગયા છે. 

અદાણી 24 કલાકમાં 5 ક્રમ ગગડ્યા
ગૌતમ અદાણી ગુરુવારે 64.7 અબજ  ડોલર સાથે દુનિયાના ધનિકોની યાદીમાં 16માં નંબરે હતાં પણ માત્ર 24 કલાકમાં જ તેઓ 5 ક્રમ ગગડીને 21માં નંબરે પહોંચી ગયા. ગત વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનારા વ્યક્તિ તરીકે પોતાની ઓળખ બનાવનારા અદાણી માટે વર્ષ 2023 ખુબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. નુકસાનની વાત કરીએ તો બ્લુમબર્ગના આંકડા મુજબ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેમની 59.2 અબજ ડોલરની સંપત્તિ સાફ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસમાં તેમણે 52 અબજ ડોલર ગુમાવ્યા છે. 

મુકેશ અંબાણી પણ ટોપ-10માંથી બહાર
ગૌતમ અદાણીની સંપત્તિમાં આવેલા ઘટાડાના પગલે હવે તેઓ ટોપ 20ની યાદીમાંથી બહાર થયા અને અન્ય અબજપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો છે. અને તેઓ પણ  ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા. છેલ્લા 24 કલાકમાં 695 મિલિયન ડોલરના એક જ દિવસના નુકસાનના પગલે તેઓની નેટવર્થ ઘટીને હવે 80.3 અબજ ડોલર રહી ગઈ છે. આ સાથે તેઓ બ્લુમબર્ગના બિલિયોનર્સ રિપોર્ટ મુજબ 12માં ક્રમે પહોંચી ગયા છે. 

અદાણીને બીજો મોટો ઝટકો
બીજો જે મોટો ઝટકો મળ્યો છે તે એ છે કે સ્ટોક માર્કેટના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ અદાણી ગ્રુપની 3 મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, અને અંબુજા સીમેન્ટ્સને એડિશન સર્વિલાન્સ મેજર્સ (ASM) હેઠળ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન ઝેલી રહેલા ગૌતમ અદાણીને અદાણી એન્ટરપ્રાઈઝનો 20,000 કરોડ રૂપિયાનો ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ફુલ સબ્સ્ક્રાઈબ્ડ થયા બાદ પણ પાછો ખેંચવો પડ્યો. તેમાં રોકાણ કરનારા રોકાણકારોને પૈસા પાછા કરવા પડ્યા છે. 

શું હતું હિંડનબર્ગના રિપોર્ટમાં?
અમેરિકી ફોરેન્સિક ફાઈનાન્શિયલ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે પોતાના રિસર્ચ રિપોર્ટમાં અનેક ગંભીર સવાલ ઉભા કર્યા છે. જેમાં કુલ 88 સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને ગ્રુપ પર કરજને લઈને પણ મોટા દાવા કરાયા છે. 'અદાણી ગ્રુપ: હાઉ ધ વર્લ્ડ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઈન કોર્પોરેટ હિસ્ટ્રી' નામનો આ રિપોર્ટ ગત 24 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત થયો હતો. 

આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કોર્પોરેટ ગવર્નન્સ પર નિશાન સાધતા અનેક સવાલ કરાયા. જો કે ગૌતમ અદાણીએ રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો. પરંતુ રોકાણકારોની લાગણીઓ પર જે અસર પડી તે દૂર કરી શક્યા નહીં. રોકાણકારોમાં ગભરાહટ જેવો માહોલ બન્યો અને અદાણીનું સામ્રાજ્ય હલી ગયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news