TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, જેઠાલાલે કર્યા મોટા ખુલાસા
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોને લઈ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જો કે, આ ઝઘડાઓની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, દિલીપ જોશીએ આ મામલે ખુલાસો કર્યો છે કે આવી કોઈ ઘટના ઘટી નથી.
Trending Photos
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. તે પણ ઝઘડાને લઈ. એક રિપોર્ટ અનુસાર શોના લીડ એક્ટર દિલીપ જોશી અને શોના પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે જોરદાર લડાઈ થઈ છે. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. 'જેઠાલાલ ચંપક લાલ ગડા'નું પાત્ર ભજવનાર દિલીપ જોશી એટલા ગુસ્સે થયા કે તેમણે અસિત મોદીનો કોલર પણ પકડી લીધો. જો કે, આ ઝઘડાઓની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
'ન્યૂઝ 18'ના અહેવાલ મુજબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદી અને દિલીપ જોશી વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. મામલો એટલો વધી ગયો હતો કે અભિનેતાએ ગુસ્સામાં પોતાનો હાથ પણ છોડી દીધો હતો. જોકે, દિલીપ જોશી કહ્યું છે કે પહેલાં પણ હું શો છોડી રહ્યો હોવાની અફવાઓ ચાલી છે. જે ખોટી છે. હવે તેના થોડા સપ્તાહ બાદ નવી કહાનીથી અસિત ભાઈને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ દિલીપ જોશીએ કહ્યું છે કે, જે અફવાઓ ચાલી રહી છે એ મામલે હું ખુલાસો કરી રહ્યો છું કે આ બાબતો ખોટી છે. મને બહુ જ દુખ છે કે આ પ્રકારની નેગેટીવિટી ફેલાવાઈ રહી છે.
મોદી રજાઓને લઈને જેઠાલાલ અને અસિત વચ્ચે ઝઘડો
રિપોર્ટમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પ્રોડક્શન હાઉસના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'કુશ શાહ (ગોલીની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા)ના શૂટનો આ છેલ્લો દિવસ હતો. દિલીપજી અસિત મોદીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. તેમને તેના વેકેશન વિશે વાત કરવી હતી. પણ અસિતજી આવતાં જ તેઓ સીધા કુશ સાથે વાત કરવા ગયા અને દિલીપજીને આ ગમ્યું નહીં.
દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો હતો
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 'દિલીપ જોષી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોરદાર દલીલબાજી બાદ દિલીપ જોશીએ અસિત મોદીનો કોલર પકડી લીધો અને શો છોડી દેવાની ધમકી પણ આપી. પરંતુ બાદમાં અસિત મોદીએ તેમને શાંત કર્યા. બન્ને વચ્ચે કઈ રીતે સમાધાન થયું તે જાણી શકાયું નથી.
શું મુશ્કેલીના વાદળો શો પર આવી શકે છે?
હવે આ અહેવાલ વાંચીને દરેક ચાહક ચોંકી ગયા છે. જો દિલીપ જોશી નિર્માતાઓ પર ગુસ્સે થઈ જાય તો શોનું શું થશે તે બધાને આ વાંચીને આશ્ચર્ય થયું. દયાબેન, તારક મહેતા, શ્રીમતી સોઢી અને ગોલી જેવા મોટા સ્ટાર્સ શો છોડી ચૂક્યા છે. હવે સૌથી મોટું અને મહત્વનું પાત્ર જેઠાલાલનું છે. આવી સ્થિતિમાં જો દિલીપ જોશી અસિત મોદી સાથે લડાઈ કરે તો મુશ્કેલી આવી શકે છે. જોકે, આ તમામ બાબતો ખોટી હોવાનો ખુલાસો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે