ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ પડાવ્યો
રાજ્યમાં તંત્ર-મંત્ર દ્વારા લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. હવે મોરબીમાં આવી ઘટના સામે આવી છે. અહીં એક તાંત્રિકે ધંધામાં બરકતના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ ધંધો બરાબર ચાલશે..ધંધામાં પ્રગતિ થશે...પૈસામાં બરકત આવશે..પણ એના માટે તમારે મહેનત કરવાની જરુર નથી..જરુર છે માત્ર વિધિ કરાવવાની..આવું કહેતા તમે અનેક લોકોને સાંભળ્યા હશે,,,અને આવી જ એક ઘટના સામે આવી છે મોરબીથી કે જ્યાં એક તાંત્રિક દ્વારા યુવાનને ધંધામાં પ્રગતિના નામે વિધી કરાવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી...ત્યારે શું હતી તાંત્રિકની માયાજાળમાં ફસાયેલા યુવાનની સાથે થયેલી છેતરપિંડીની આ ઘટના..જોઈએ આ અહેવાલમાં..
મોરબીમાં શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને છેતરપિંડી કરનારા એક શખ્સની પોલીસે મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જેમાં ઘટનાની વિગત મુજબ શકત શનાળા ગામે તાંત્રિક વિધિના નામે એક વ્યક્તિએ સોનાના દાગીના અને 50 હજાર રોકડ સહીત કુલ રૂપિયા 3.30 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી સોનાના દાગીના સહીત કુલ રૂપિયા 4.66 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય એક આરોપીને પણ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે...નીલેશગીરી ઉર્ફે નલીનગીરી ગોસાઈને વિશ્વાસમાં લઈને ધંધો રોજગાર બરાબર ચાલશે કહીને વિશ્વાસ કેળવી ધાર્મિક વિધિના બહાને સોનાની ચેન, સોનાની બુટી, સહિતના દાગીના અને રોકડ રૂપિયા 50 હજાર મળીને કુલ રૂપિયા 3.30 લાખની છેતરપીંડી આચરી હતી. આ ઘટનામાં સિટી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. જ્યારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી નીલેશગીરી ગોસાઈ હાલ જુના રાસંગપર ગામે હોવાની બાતમી મળતા આરોપીને ઝડપી લીધો..
લોકો પર આંધળો વિશ્વાસ મુકી માત્ર વિધીના નામે લોકો પાસેથી લાખો સેરવતી આવી ગેંગથી ખાસ બચવાની જરુર છે બાકી આવા લેભાગું ઢોંગીઓ પોતાની વાતો થકી તમને બાટલામાં ઉતારી તમારી સાથે પણ છેતરપિંડી આચરી તમારી પાસેથી પણ લાખો લૂંટી શકે છે ત્યારે હાલતો આ મામલે મોરબી પોલીસે પણ લોકોને આવા ઢઓંગીઓથી બચવાની અપીલ કરી છે તો સાથે જ જો આવા તાંત્રિકોનો ભોગ અન્ય કોઈ લોકો પણ બન્યા હોય તો તેને પણ સામે આવવા અપીલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે