અડધા ગુજરાતના આકાશમાં ફરી દેખાઈ એલિયન જેવી રહસ્યમય વસ્તુ, ચમકતું દેખાતા લોકો ગભરાયા

Mysterious Space Light : ગુજરાતના આકાશમાં એક બાદ એક દેખાતા આ રહસ્યો પાછળ આખરે શું કારણ છે

અડધા ગુજરાતના આકાશમાં ફરી દેખાઈ એલિયન જેવી રહસ્યમય વસ્તુ, ચમકતું દેખાતા લોકો ગભરાયા

Mysterious Space Light : ગુજરાતના આકાશમાં હંમેશા રહસ્યમયી ચીજવસ્તુઓ દેખાતી રહે છે. દર વર્ષે એલિયન જેવા આકારની વસ્તુઓ ગુજરાતમાં કુતુહલ જગાવતી હોય છે. તો ક્યારેય સ્પેસશિપના કાટમાળ આવીને પડતા હોય છે. ત્યારે ગુરુવારે ફરી એકવાર ગુજરાતના અનેક શહેરોના આકાશમાં રહસ્યમયી આકારે લોકોને ચોંકાવ્યા હતા. હિંમતનગર, મહીસાગર, પંચમહાલ જેવા જિલ્લામાં લોકોને આ રહસ્યમયી ચીજ આકાશમાં દેખાઈ હતી. આ આકાર કોઈ લાંબી ટ્યુબલાઈટ જેવો કે લાકડી જેવો હતો. જેથી તે સ્પેસ ટ્રેન હોવાની પણ ચર્ચા છે.

હિંમતનગર અને પ્રાંતિજના આસપાસના ગામોમાં મોડી સાંજે આકાશમાં અદ્રશ્ય વસ્તુ દેખાતા લોકોમા કુતુહલ ફેલાયુ હતું. સાંજના સાત વાગ્યાની આસપાસ આકાશમાં અદ્શ્ય રેલગાડી જેવુ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. પ્રાંતિજના બાલીસણા તથા હિંમતનગરના રાયગઢ, હાંસલપુર ખાતે રહેતા લોકો આકાશમાં આ રહસ્યમયી આકાર જોઈને ચોંક્યાહ તા. લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા હતા, તો અનેક લોકોએ પોતાના મોબાઇલમા તેના વલીડિયો અને ફોટો લીધા હતા. આ વીડીયો સોશિયલ મીડિયામા વાયરલ થયા છે. ત્યારે પ્રાંતિજ અને હિંમતનગરમાં અદ્રશ્ય વસ્તુને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પણ વાંચો : 

તો મહીસાગરના આકાશમાં અનોખુ દૃશ્ય જોવા મળ્યું હતું. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આકાશમાં અનોખુ દૃશ્ય જોવા મળ્યું. આકાશમાંથી પસાર થઈ નીચે ધરતી તરફ આવતું એક લાંબી લીટી જેવું દૃશ્ય જોવા મળ્યુ હતું તેવુ સ્થાનિક લોકોએ જણાવ્યું. તો કેટલાક લોકોએ કહ્યું કે, લાંબી લીટી પ્રકાશ થતી હોય એવા દ્રશ્યો આકાશમાં જોવા મળ્યા. વીરપુરના ગ્રામ્ય વિસ્તારના લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે. 

પંચમહાલમાં પણ આ જ રીતે આકાશી કુતુહલ જોવા મળ્યું. પંચમહાલમાં વાદળો વચ્ચેથી ચંદ્ર નજીકથી કોઈ ચકમતી ટ્રેન પસાર થતી હોય તેવો નજારો જોવા મળ્યો. આકાશમાં લાઇટિંગ ટ્રેન પસાર થતી હોય એવા દ્રશ્યો આકાશમાં જોવા મળ્યા. જેથી આખરે આકાશમાં શુ થઈ રહ્યું છે તે અંગે વિવિધ ચર્ચા વહેતી થઈ હતી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news