નેપાળની રાષ્ટ્રપતિએ ભંગ કરી સંસદ, વચગાળાની ચૂંટણી માટે નવી તારીખોની જાહેરાત
કેપી શર્મા ઓલી (KP Sharma Oli) અને વિપક્ષી દળો બંનેએ જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) ને સાંસદોના હસ્તાક્ષરવાળા પત્રને સોંપીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઓલી વિપક્ષ દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા.
Trending Photos
કાઠમાંડુ: નેપાળની રાષ્ટ્રપતિ (Nepal President) વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) એ સંસદને ભંગ કરતાં વચગાળાની ચૂંટણી (Mid-Term Elections) ની જાહેરાત કરી છે. નેપાળ (Nepal) માં 12 અને 19 નવેમ્બરના રોજ વચગાળાની ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ (Bidya Devi Bhandari ) નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba) અને પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) બંનેના સરકાર બનાવવાના દાવાને નકારી કાઢ્યા છે. આ જાણકારી નેપાળ કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
કેપી શર્મા ઓલી (KP Sharma Oli) અને વિપક્ષી દળો બંનેએ જ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી (Bidya Devi Bhandari ) ને સાંસદોના હસ્તાક્ષરવાળા પત્રને સોંપીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ઓલી વિપક્ષ દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા.
Nepal President Bidya Devi Bhandari dissolves House of Representatives, and announces new dates for mid-term elections – 12th and 19th November. The President has denied claims by both Sher Bahadur Deuba & KP Sharma Oli for prime ministership: Office of President
(File photo) pic.twitter.com/Z2qsEXrU66
— ANI (@ANI) May 22, 2021
ઓલીએ સંવિધાનના અનુચ્છેદ 76 (5) ના અનુસાર પુન: પ્રધાનમંત્રી બનાવવા માટે પોતાની પાર્ટી સીપીએન-યૂએમએલ (CPN-UML) ના 121 સભ્યો અને જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ (જેએસપી-એન) ના 32 સાંસદોના સમર્થનના દાવાવાળા પત્રને સોંપ્યો હતો. તો બીજી તરફ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba) એ 149 સાંસદોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. દેઉબા પ્રધાનમંત્રી પદનો દાવો રજૂ કરવા માટે વિપક્ષી દળોના નેતાઓ સાથે રાષ્ટ્રપતિના કાર્યાલય પહોંચ્યા હતા.
ઓલીએ 153 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ દેઉબાએ દાવો કર્યો હતો કે તેમના પક્ષમાં 149 સાંસદ છે. નેપાળની 275 સદસ્યીય પ્રતિનિધિ સભામાં 121 સીટો સાથે સીપીએન-યૂએમએલ સૌથી મોટો પક્ષ છે. બહુમતથી સરકાર બનાવવા માટે 138 સીટોની જરૂર હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે