કેપી શર્મા ઓલી vs પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ચરમસીમાએ પહોંચ્યો નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો તણાવ


Nepal Communist Party Conflict: નેપાળમાં સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં તણાવ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ વચ્ચે તણાવ વધતા પાર્ટી તૂટવાનો ખતરો ઉભો થયો છે. 
 

કેપી શર્મા ઓલી vs પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ચરમસીમાએ પહોંચ્યો નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો તણાવ

કાઠમાંડૂઃ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી વિરુદ્ધ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'મા ફરી વિવાદ શરૂ થયો જેથી દેશની સત્તામાં રહેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં તણાવ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઓલીએ બુધવારે પાર્ટીના સચિવાયલની બેઠક બોલાવી હતી જેમાં પ્રચંડ પણ સામેલ થયા છે. સચિવાલયની આ બેઠક બંન્ને નેતાઓ વચ્ચે વિવાદનો વિષય બની છે. ઘણા દિવસથી સ્થગિત થઈ રહેલી આ બેઠકને લઈને સવાર સુધી અનિશ્ચિતતા બનેલી હતી. 

પ્રચંડ અને તેમના સચિવાયલના 4 સાથે સભ્ય માધવ કુમાર નેપાલ, ઝાલાનાથ ખનલ, બામદેવ ગૌતમ અને શ્રેષ્ઠા સચિવાલયની બેઠક કરાવવા ઈચ્છતા હતા પરંતુ પીએમ ઓલી આ હેઠકને ટાળી રહ્યા હતા. સચિવાલયના અન્ય સભ્યોમાં વિષ્ણુ પૌડયાલ, ઈશ્વર પોખરેલ અને રામ બહાદુર થાપા ઓલી તરફથી છે. આ રીતે 9 સભ્યોની સચિવાયલની બેઠક બે જૂથમાં વેચાઈ ગઈ હતી. 

ઓલી ઘણા મોર્ચે ફેલ થયા, રાજીનામુ આપેઃ પ્રચંડ
આ વિવાદ તે સમયે શરૂ થયો જ્યારે દહલે શુક્રવારે પોતાના રાજકીય દસ્તાવેજ રજૂ કર્યા અને આરોપ લગાવ્યો કે ઓલી ઘણા મોર્ચા પર ફેલ થયા છે. પ્રચંડે માગ કરી કે ઓલી પાર્ટીની એકતા, બંધારણ અને સિસ્ટમને બચાવવા માટે રાજીનામુ આપે. પ્રચંડની આ માગ બાદ પણ ઓલી અડગ રહ્યા. ઓલીએ પોતાના વિશ્વાસને પૌડયાલને પ્રચંડને મનાવવા માટે મોકલ્યા જેથી સચિવાલયની બેઠક ટાળી શકાય અને રાજકીય દસ્તાવેજને તે પરત લઈ લે. 

બીજીતરફ પૌડયાલ સાથે વાતચીત બાદ પ્રચંડે ઓલીની વાત માનવાનો ઇનકાર કરી દીધો. આ વિવાદમાં નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પણ કૂદી પડ્યા અને પ્રચંડને સલાહ આપી કે તે વિવાદને સમાપ્ત કરે અને પાર્ટીની એકતા બનાવી રાખવામાં મદદ કરે. પ્રચંડના એક નજીકના વ્યક્તિએ જણાવ્યુ કે તેના જવાબમાં પ્રચંડે રાષ્ટ્રપતિને કહ્યુ કે, તેમણે આ સંદેશ તેમની જગ્યાએ પીએમ ઓલીને આપવો જોઈએ જે આ સમસ્યાનું મૂળ છે. આ બેઠક પહેલા ગુરૂવારે સવારે રાષ્ટ્રપતિ ભંડારી અને ઓલીએ એક બેઠક યોજી હતી. પરંતુ તેમાં શું વાતચીત થઈ તેનો ખુલાસો થયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news