આ રાજ્યમાં એક સાથે શાળાના આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ
કોરોના (Corona) સંકટ વચ્ચે શાળાઓ ખોલવી યોગ્ય છે કે નહીં તેને લઈને ફરીથી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Trending Photos
જિંદ: કોરોના (Corona) સંકટ વચ્ચે શાળાઓ ખોલવી યોગ્ય છે કે નહીં તેને લઈને ફરીથી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હરિયાણાના જિંદ (Jind) માં એક સાથે 8 શિક્ષકો અને 11 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. ત્યારબાદ તમામ શાળાઓમાં કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. શાળા માટે સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે અલર્ટ થઈ ગયો છે.
અત્રે જણાવવાનું કે હરિયાણામાં થોડા દિવસ પહેલા જ શાળાઓ ખુલી છે. 9મીથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાના આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. રાજ્યમાં 9મા ધોરણથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ શાળાએ જાય છે.
હરિયાણા સરકારના પ્રવક્તા જવાહર યાદવે કહ્યું કે શાળાઓ ખોલવાના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન થઈ રહ્યું છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવી રહ્યા છે. જો કે બધા બાળકો શાળાએ જાય તે જરૂરી નથી. વાલી પર નિર્ભર છે કે તે બાળકને મોકલવા ઈચ્છે છે કે નહીં. હાલ શાળાઓમાં હાજરી ખુબ ઓછી છે. બધા વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે