પાકિસ્તાન પોતાના જ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની વિદેશીઓને કેમ આપી રહ્યું છે મંજૂરી?

પાકિસ્તાનના રાષ્ટ્રીય પ્રાણી મારખોર કે જે એક જંગલી પ્રજાતિનો બકરો છે, તે દુનિયાભરમાં ચર્ચાંમાં છે. કારણ કે એક અમેરિકી વ્યક્તિએ મારખોરના શિકાર માટે પાકિસ્તાનને રેકોર્ડ કિંમત ચૂકવી છે. 1,10,000 ડોલર. એટલે કે જો ભારતીય ચલણમાં જોવા જઈએ તો 78,77,650 રૂપિયા. હવે સવાલ એ છે કે આખરે પાકિસ્તાન લાંબા વાળ વાળા અને મોટા વળાંકવાળા શિંગડા ધરાવતા પોતાના આ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની મંજૂરી કેમ આપી રહ્યું છે?
પાકિસ્તાન પોતાના જ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની વિદેશીઓને કેમ આપી રહ્યું છે મંજૂરી?

નવી દિલ્હી: પાકિસ્તાનના રાષ્ટ્રીય પ્રાણી મારખોર કે જે એક જંગલી પ્રજાતિનો બકરો છે, તે દુનિયાભરમાં ચર્ચાંમાં છે. કારણ કે એક અમેરિકી વ્યક્તિએ મારખોરના શિકાર માટે પાકિસ્તાનને રેકોર્ડ કિંમત ચૂકવી છે. 1,10,000 ડોલર. એટલે કે જો ભારતીય ચલણમાં જોવા જઈએ તો 78,77,650 રૂપિયા. હવે સવાલ એ છે કે આખરે પાકિસ્તાન લાંબા વાળ વાળા અને મોટા વળાંકવાળા શિંગડા ધરાવતા પોતાના આ રાષ્ટ્રીય પ્રાણીના શિકારની મંજૂરી કેમ આપી રહ્યું છે?

પાકિસ્તાનમાં સુરક્ષિત પ્રજાતિ છે મારખોર
હકીકતમાં પાકિસ્તાનમાં મારખોરને સુરક્ષિત પ્રજાતિ હેઠળ રાખવામાં આવ્યાં છે. આથી તેના શિકારની મંજૂરી કોઈને નથી. પાકિસ્તાનની સરકાર તેના શિકારની મંજૂરી ટ્રોફી હંટિંગ કાર્યક્રમોમાં જ આપે છે. ટ્રોફિ હંટિંગ કાર્યક્રમ 2018-19માં અત્યાર સુધી પાકિસ્તાન અને વિદેશના શિકારીઓએ 50 જંગલી જાનવરોનો શિકાર કર્યો છે. ગત મહિને જ આ શિકાર પ્રોગ્રામમાં બે અમેરિકીઓએ સર્વોચ્ચ પ્રજાતિના એસ્ટોર મારખોરના શિકાર માટે 1,10,000 અને 1,00,000 ડોલરની કિંમત પરમિટ ફી તરીકે ચૂકવી. 

Markhor

શિકારમાંથી મળેલી રકમ સ્થાનિક લોકોને વહેંચી દેવાય છે
પરમિટ ફી તરીકે પાકિસ્તાનની સરકારને જે પણ પૈસા મળે છે તેનો 80 ટકા ભાગ સ્થાનિક પ્રશાસન સ્થાનિક પ્રજાતિઓને આપે છે. જ્યારે બાકીની રકમ પ્રશાસન દ્વારા  જાનવરોની સાચવણી માટે રખાય છે. સ્થાનિક લોકોને પણ આ રકમ જાનવરોની રક્ષા માટે અપાય છે. આ સાથે જ તેમને જાનવરોનો શિકાર ન કરવા માટે કહેવાય છે. પાકિસ્તાનના અધિકારીઓનો એવો પણ તર્ક છે કે ટ્રોફી હિંટિંગ કાર્યક્રમોના કારણે તેમના ત્યાં મારખોરના શિકારમાં ઘટાડો થયો છે  અને તેમની સંખ્યા પહેલાની સરખામણીમાં ઘણી વધી છે. 

Markhor

મારખોર નામની પાછળ કારણ
મારખોર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તાઝિકિસ્તાન ઉપરાંત ભારતમાં કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં મળી આવે છે. મારખોરનો ફારસી અર્થ થાય છે સાંપને મારીને ખાનારું પહાડી જાનવર. જો કે આ બકરા પ્રજાતિ સાથે ઘરોબો ધરાવે છે. જીવ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 'મારખોર' નામ આ વળાંકવાળા શિંગડાના કારણે પડ્યું હોઈ શકે છે. કારણ કે દેખાવમાં તે 'માર' એટલે કે 'સાંપ'ની જેમ જ દેખાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news