Video: જાપાનના એરપોર્ટ પર બે વિમાનની ટક્કર! પ્લેન આગની ભયાનક જ્વાળામાં લપેટાયું, 379 મુસાફરો હતા સવાર

જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ જે ફ્લાઈટમાં આગ લાગી તેનો નંબર JAL516 હતો અને આ ફ્લાઈટે હોક્કાઈડોથી ઉડાણ ભરી હતી. વિમાન સ્થાનિક સમય મુજબ 16.00 વાગે ન્યૂ ચિટોસ એરપોર્ટથી રવાના થયું અને 17.40 વાગે હાનેડા ઉતરવાનું હતું. એનએચકે પર લાઈવ ફૂટેજમાં વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી.

Video: જાપાનના એરપોર્ટ પર બે વિમાનની ટક્કર! પ્લેન આગની ભયાનક જ્વાળામાં લપેટાયું, 379 મુસાફરો હતા સવાર

જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર મંગળવારે બે વિમાનો વચ્ચે ટક્કર બાદ પ્લેનમાં ભયાનક આગ ફાટી નીકળી. વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. જાપાની ન્યૂઝ એજન્સી એનએચકેના જણાવ્યાં મુજબ વિમાનના લેન્ડિંગ બાદ અન્ય વિમાન સાથે ટકરાવવાના કારણે આગ લાગી.  એરપોર્ટના એક પ્રવક્તાએ કહ્યું કે ઘટના બાદ હાનેડાએ તમામ રનવે બંધ કરી દીધા છે. 

(Source: Reuters) pic.twitter.com/fohKUjk8U9

— ANI (@ANI) January 2, 2024

જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ જે ફ્લાઈટમાં આગ લાગી તેનો નંબર JAL516 હતો અને આ ફ્લાઈટે હોક્કાઈડોથી ઉડાણ ભરી હતી. વિમાન સ્થાનિક સમય મુજબ 16.00 વાગે ન્યૂ ચિટોસ એરપોર્ટથી રવાના થયું અને 17.40 વાગે હાનેડા ઉતરવાનું હતું. એનએચકે પર લાઈવ ફૂટેજમાં વિમાનની બારીઓમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી.

એરલાઈને કહ્યું કે તમામ મુસાફરો અને ક્રુ સભ્યોને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા. એનએચકેના જણાવ્યાં મુજબ એવું કહેવાય છે કે વિમાનને કોઈ અન્ય વિમાન સંભવિત જાપાન તટરક્ષક દળના વિમાને ટક્કર મારી દીધી હતી. જાપાનના તટરક્ષક દળે કહ્યું કે તે પોતાના વિમાન અને અન્ય વિમાન વચ્ચે ટક્કરના રિપોર્ટ્સની તપાસ કરી રહ્યા છે. 

— NHKニュース (@nhk_news) January 2, 2024

અત્રે જણાવવાનું કે દાયકાઓથી કોઈ ગંભીર વિમાન દુર્ઘટના થઈ નથી. દેશની અત્યાર સુધીની સૌથી ભીષણ દુર્ઘટના 1985માં થઈ હતી. જ્યારે ટોક્યોથી ઓસાકા જઈ રહેલું એક JAL જંબો જેટ વિમાન મધ્ય ગુનમા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે 520 મુસાફરો અને ક્રુ સભ્યોના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news