પપ્પીઓ કરીને મહિલાઓની દવા કરતો હતો ડોક્ટર, કહ્યું અમને ટ્રેનિંગમાં જ આવું શિખવાડ્યું હતું
ડોક્ટરે પોતાના બચાવમાં કહ્યું કે દર્દીઓ જે આરોપો વિશે વાત કરી રહ્યો છે તે કેટલીક તપાસ હતી, જે મને ભારતમાં મેડિકલ ટ્રેનિંગ દરમિયાન શીખવવામાં આવી હતી, તેથી દર્દીઓના આરોપો ખોટા છે. પીડિતાના વકીલ એન્જેલા ગ્રેએ કોર્ટને જણાવ્યું કે, ડૉ. સિંહ નિયમિતપણે મહિલાઓની જાતીય સતામણી કરે છે.
Trending Photos
એડિનબર્ગ: દુનિયામાં એવી અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય કે તેના પર વિશ્વાસ કરી શકાતો નથી. બીજી બાજુ દરરોજ હજારો મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસનો શિકાર બને છે, ત્યારે સ્કોટલેન્ડમાં પ્રેક્ટિસ કરતા 72 વર્ષીય ભારતીય મૂળના ડૉક્ટરને ગુરુવારે 48 મહિલા દર્દીઓ પર 35 વર્ષ સુધી યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જનરલ પ્રેક્ટિશનર કૃષ્ણા સિંહ પર ચુંબન કરવાનો, ખોટી રીતે શરીરના અંગોને અડકવાનો, અયોગ્ય તપાસ કરવાનો અને ગંદી વાત કરવાનો આરોપ છે. જોકે, તેણે ગ્લાસગો હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ આરોપોને નકારી કાઢ્યા હતા.
ડોક્ટરે પોતાના બચાવમાં કહ્યું કે દર્દીઓ જે આરોપો વિશે વાત કરી રહ્યો છે તે કેટલીક તપાસ હતી, જે મને ભારતમાં મેડિકલ ટ્રેનિંગ દરમિયાન શીખવવામાં આવી હતી, તેથી દર્દીઓના આરોપો ખોટા છે. પીડિતાના વકીલ એન્જેલા ગ્રેએ કોર્ટને જણાવ્યું કે, ડૉ. સિંહ નિયમિતપણે મહિલાઓની જાતીય સતામણી કરે છે. જાતીય સતામણી તેમના કાર્યકારી જીવનનો એક ભાગ હતો. ક્યારેક તે અન્ય કોઈ બહાને તો ક્યારેક ખુલ્લેઆમ મહિલા દર્દીઓની જાતીય સતામણી કરતો હતો.
કેસની સુનાવણી કરી રહેલી કોર્ટ હવે આવતા મહિને દોષિતને સજા સંભળાવશે. જો કે, સુનાવણી દરમિયાન ન્યાયાધીશે દોષી ડૉ. સિંહને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, ડૉ. કૃષ્ણ સિંહને સમુદાયના આદરણીય સભ્ય તરીકે જોવામાં આવતા હતા, તેમને તબીબી સેવાઓમાં તેમના યોગદાન બદલ રોયલ મેમ્બર ઑફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)થી પણ નવાજવામાં આવી ચૂક્યા છે.
હકીકતમાં, 2018માં એક મહિલાએ ડૉ.સિંઘ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારપછી તેમના વર્તનની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, ડૉક્ટરને આવા 54 કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે મલ્ટીપલ સેક્સ અને અભદ્ર પ્રયાસો સામેલ હતા. જો કે તેની સામે કેટલાક આરોપો સાબિત થઈ શક્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે