લીંબુની કિંમતમાં કેમ લાગી છે આગ? જાણો અચાનક કેમ આસમાને પહોંચી ગયો લીંબુનો ભાવ
Reason of Lemon Price Hike : દેશભરમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્લી NCRમાં હોલસેલમાં લીંબુ 350 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. દેશમાં એકાએક લીંબુના ભાવ વધતા તમામ લોકો ચકિત થયા છે. શું તમે જાણો છો, લીંબુના વધતા ભાવનું કારણ શું છે. ત્યારે આવે તમને લીંબુના ભાવ વધારાનું કારણ જણાવીએ.
Trending Photos
નવી દિલ્લીઃ દેશભરમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્લી NCRમાં હોલસેલમાં લીંબુ 350 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. દેશમાં એકાએક લીંબુના ભાવ વધતા તમામ લોકો ચકિત થયા છે. શું તમે જાણો છો, લીંબુના વધતા ભાવનું કારણ શું છે. ત્યારે આવે તમને લીંબુના ભાવ વધારાનું કારણ જણાવીએ.
દેશના મોટા ભાગના શહેરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લીંબુના ભાવમાં વધારો થતા લોકોનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થયું છે. લીંબુના ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા છે. લીંબુની વધી રહેલા ભાવના કારણે માત્ર ગ્રાહકો જ નહી પરંતુ દુકાનદર પર અસર જોવા મળી રહી છે. શું તમે જાણો છો, લીંબુના ભાવ આસમાને કેમ પહોંચ્યા છે. ત્યારે આવો તમને લીંબુના વધતા ભાવ પાછળના કારણ જણાવીએ. લીંબુના ભાવ વધવાનું છે આ છે કારણ-
ભાવ વધારાનું સૌથી મોટું કારણ લીંબુની અછત છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લીંબુના ઉત્પાદન પર અસર થઈ રહી છે. ગરમી વધુ હોવાના કારણે લીંબુ શરૂઆતમાં જ નષ્ટ થઈ રહ્યા છે, જેાના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડથી નીચે પડી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન પર અસર થાય છે, તે પણ ભાવ વધારાનું મોટું કારણ છે
ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જો કો આ વર્ષે આ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થયો છે. જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધ્યો છે. એક તરફ લીંબુના ઉત્પાદન ઘટ્યું, તો બીજી તરફ વધી રહેલો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ. બન્ને જ કારણથી શાકભાજીમાં મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ જવાબદાર-
આ વર્ષે ઉત્પાદન ઓછુ હોવાની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લીંબુનો મોંઘવારી માટે ડીઝલ પણ ભાવ વધારા માટે જવાબદાર છે. ડીઝલના વધતા ભાવથી ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં 15 ટકાનો વધારો થયો છે. જેથી લીંબુની કિંમત પર ડબલ અસર થઈ છે. લગ્ન સીઝન હોવાથી માગ વધી-
હાલમાં લગ્નની સીઝનની પણ શરૂઆત છે. લગ્નની સીઝનમાં લીંબુની ડિમાન્ડમાં વધારો થયો છે. ઉત્પાદન ઓછું અને ડિમાન્ડ વધુ હોવાના કારણે વેપારીઓ ઉંચા ભાવે લીંબુનું વેચાણ કરે છે. ગરમીની સીઝનમાં શેરડીના રસથી લઈ લીંબુ પાણી સુધી તમામ જગ્યાએ લીંબુની જરૂર પડતી હોય છે. આ કારણે પણ લીંબુના ભાવ વધી રહ્યા છે. નવરાત્રી, રમજાના કારણે વધુ માગ-
હાલમાં નવરાત્રી અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઉપવાસ અને રોજા દરમિયાન લીંબુનો વધુ ઉપયોગ થતો હોય છે. જેના કારણે પણ લીંબુની માગ સતત વધી રહી છે. ગુજરાતમાં વાવાઝોડીની પણ અસર-
કેટલાક વેપારીઓ કહી રહ્યા છે કે, ગુજરાતમાં વાવાઝોડા બાદ અસરના કારણે લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઓછું થવાના કારણે પણ લીંબુના ભાવ વધ્યા છે. જોકે હાલમાં લીંબુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી લીંબુ મોંઘા થાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે