ભારતીય સેનાધ્યક્ષ જનરલ નરવણેનું નેપાળમાં સન્માન, બન્યા માનદ જનરલ
Indian Army Chief in Nepal: ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ એમએસ નરવણેને નેપાળી આર્મીના જનરલના પદથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ દિવસના પ્રવાસ પર નેપાળમાં છે.
Trending Photos
કાઠમાંડૂઃ ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું નેપાળી આર્મીના જનરલના પદથી સન્માન કરવામાં આવ્યું છે. નરવણેને આ સન્માન નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીએ આપ્યું હતું. કમાન્ડર ઇન ચીફ જનરલ કેએમ કરિયપ્પા પ્રથમ ઈન્ડિયન આર્મી ચીફ હતા જેમને આ ટાઇટલ 1950મા આપવામાં આવ્યું હતું. ભારત અને નેપાળ વચ્ચે સરહદ વિવાદ વચ્ચે નરવણે ત્રણ દિવસની યાત્રા પર નેપાળ પહોંચ્યા છે.
પીએમ ઓલીને મળશે આર્મી ચીફ
પાછલા વર્ષે જાન્યુઆરીમાં નેપાળી સેનાના ચીફ જનરલ પૂર્ણચંદ્ર થાપાને ભારતીય સેનામાં જનરલનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમને દિલ્હીમાં રાષ્ટ્રપતિ કોવિંદે આ સન્માન આપ્યું હતું. મહત્વનું છે કે નજરલ નરવણે ત્રણ દિવસની પોતાની યાત્રાના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી ઓલીને પણ મળશે. તેઓ સૈન્ય પેવેલિયનમાં શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે, તેમને સલામી ગારદ આપવામાં આવશે.
#WATCH Army Chief General Manoj Mukund Naravane conferred with the honorary rank of ‘General of the Nepal Army’ by Nepal President Bidhya Devi Bhandari, earlier today pic.twitter.com/jZbQIGJaAA
— ANI (@ANI) November 5, 2020
તેઓ પોતાના નેપાળી સમકક્ષ જનરલ પૂર્ણચંદ્ર થાપાની સાથે સત્તાવાર બેઠક કરશે અને શિવપુરીમાં આર્મી કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં તાલીર્માથી અધિકારીઓને સંબોધિત કરશે.
અમેરિકી ચૂંટણીમાં જો બાઇડેનની જીતમાં છુપાયેલી છે ચીનની હાર, વધશે ડ્રેગનની ચિંતા
નરવણેના નિવેદનથી નારાજ થઈ ગયુ હતુ નેપાળ
મેમાં ભારતે લિપુલેખ અને ધારચૂલા વચ્ચે એક નવી સડકનું નિર્માણ કર્યુ હતું. નેપાળે લિપુલેખ અને ધારચૂલાને પોતાના ક્ષેત્ર ગણાવતા તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઓગસ્ટમાં જનરલ નરવણેએ એક નિવેદનમા કહ્યુ હતુ કે નેપાળ કોઈ અન્ય (ચીનની તરફ ઇશારો)ના ઇશારા પર ભારતનો વિરોધ કરી રહ્યું છે. નેપાળ સરકારે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે