Maruti ની આ કારમાં મળી ખરાબી, કંપની પરત માંગી 40 હજારથી વધુ ગાડીઓ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki India) એ 40 હજારથી વધુ  Eeco ગાડીઓને રીકોલ કરી છે, એટલે કે ગ્રાહકો પાસેથી પરત મંગાવી છે. Eeco મારૂતિ સુઝુકીની મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) છે. 

Maruti ની આ કારમાં મળી ખરાબી, કંપની પરત માંગી 40 હજારથી વધુ ગાડીઓ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki India) એ 40 હજારથી વધુ  Eeco ગાડીઓને રીકોલ કરી છે, એટલે કે ગ્રાહકો પાસેથી પરત મંગાવી છે. Eeco મારૂતિ સુઝુકીની મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) છે. 

Eeco ની 40,453 યૂનિટ્સ રીકોલ કરી
મારૂતિ સુઝુકીએ આજે જણાવ્યું કે Eeco ની 40,453 યૂનિટ્સને પરત મંગાવી છે, કારણ કે તેનાથી હેડલેમ્પ્સમાં ખરાબી છે. Eeco ની આ તમામ યૂનિટ્સનું મેન્યુફેક્ચરિંગ 4 નવેમ્બર 2019થી 25 ફેબ્રુઆરી 2020 દરમિયાન થઇ છે. મારૂતિએ કહ્યું કે તે તમામ યૂનિટ્સની તપાસ કરશે, અને જોશે કે શું તેમના હેડલેમ્પ્સમાં કોઇ ખરાબી છે. જો કોઇ ખરાબી જોવા મળે છે તો કંપની તેને ફ્રીમાં રીપેર કરીને ગ્રાહકોને આપશે.   

તમારી કાર તો નથી લિસ્ટમાં, આ રીતે કરો ચેક
આ તમામ ગાડીઓના માલિકને મારૂતિ સુઝુકીના ઓથોરાઇઝ્ડ ડીલર્સ આ રીકોલ કેમ્પેન વિશે જણાવશે. જો કોઇ કસ્ટમર ઇચ્છે તો પોતે ચેક કરી શકે છે કે તેની Eeco કાર રીકોલના દાયરામાં છે કે નહી. મારૂતિની વેબસાઇટ www.marutisuzuki.com પર જવું પડશે. અહીંયા સેક્શન હશે ‘Imp Customer Info’, તેને ક્લિક કરવું પડશે. ત્યારબાદ પોતાની ગાડી વિશે કેટલીક જાણકારી ભરવી પડશે, જેમ કે ગાડીનો ચેસિસ નંબર (MA3 પછી ત્યારબાદ 14 ડિજિટનો અલ્ફા ન્યૂમેરિક નંબર). ગાડીનો ચેસિસ નંબર તમારી RC પર લખેલો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news