Viral Video: 'મુસલમાનો અલગ દેશનું સપનું ન જુએ, પોતાના દેશ પ્રત્યે વફાદાર રહો' જાણો કોણે કહ્યું?

World News: હાલ એક મુસ્લિમ નેતાની સ્પીચનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: 'મુસલમાનો અલગ દેશનું સપનું ન જુએ, પોતાના દેશ પ્રત્યે વફાદાર રહો' જાણો કોણે કહ્યું?

World News: હાલ એક મુસ્લિમ નેતાની સ્પીચનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુનાઈટેડ આરબ અમીરાત  (UAE) માં વિશ્વ મુસ્લિમ સમુદાય પરિષદ (TWMCC) નું એક સંમેલન યોજાઈ ગયું. જેમાં વિશ્વભરના મુસ્લિમ નેતાઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ઈજિપ્તના એક મંત્રીએ એવું ભાષણ આપ્યું તે વાયરલ થઈ ગયું. તેમણે શું કહ્યું તે ખાસ જાણો. 

ઈજિપ્તના મંત્રી ડો. મોહમ્મદ ગોખ્તાર ગોમાએ આ સંમેલનમાં પોતાના ભાષણમાં કહ્યું કે મુસ્લિમોન ફક્ત તર્કસંગત રીતથી એક કરી શકાય છે. મુસલમાનો જે પણ દેશમાં રહે તેનું સન્માન કરવું જોઈએ. ભલે એ દેશમાં મુસ્લિમ લઘુમતી હોય કે બહુમતી. મુસ્લિમોએ પોતાના દેશ પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ. તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોના મુસલમાનોને એક ઝંડા, એક દેશ અને એક શાસક હેઠળ ભેગા કરવા અશક્ય છે. 

— Muslim Communities (@WMuslimCC) May 8, 2022

તેમણે કહ્યું કે આપણે બધા ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂથ છીએ. મુસલમાનોએ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેવું હોઈએ. પોતાના દેશ,  ઝંડા અને તેના વારસાનું સન્માન કરવું જોઈએ. વધુમાં તેમણે મુસ્લિમ વિદ્વાનોને સલાહ આપતા કહ્યું કે તેમણે કટ્ટરપંથી જૂથોના એજન્ડાને બધાની સામે ખોલવા જોઈએ. આપણે તે જૂથોનો સામનો કરવો જોઈએ જે ઈસ્લામનો ચોળો ઓઢીને ધર્મને વિકૃત કરે છે. આપણે ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવા માટે એકજૂથ છીએ. જો આપણે આપણા જીવનમાં સફળ નહીં થઈએ તો લોકો આપણા ધર્મનું સન્માન નહીં કરે. તેમની આ સ્પીચ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. 

જુઓ Live Tv

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news