કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા કરો આ ફળોનું સેવન, લૂ સામે પણ મળશે રક્ષણ

ઉનાળામાં એવી કાળઝાળ ગરમી હોય છેકે, કંઈ પણ ખાવાની ઈચ્છા નથી થતી. કંઈક ખાઈ લઈએ તો પણ ગભરામણ થાય છે. તો આનો ઈલાજ શું છે તે પણ જાણી લઈએ છીએ....

કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા કરો આ ફળોનું સેવન, લૂ સામે પણ મળશે રક્ષણ

નવી દિલ્લીઃ ઉનાળો શરૂ થઈ ગયો છે ધીમેધીમે આકાશમાંથી ગરમી પણ વરસી રહી છે... દરરોજ પારો નવી ઊંચાઈ સુધી વધી રહ્યો છે, ત્યારે લાગે છે કે ઉનાળો સંપૂર્ણપણે શોષી લેશે. મોટાભાગના લોકોને આ પ્રકારના વાતાવરણમાં ડિહાઇડ્રેટ અને લૉ એનર્જી ફીલ થાય છે અને આપણે ઠંડક થાય તે શોધીએ છીએ.

આપણા શરીરને ઠંડક કરાવે તેવા ખોરાકની જરૂર પડે છે જેથી ખોરાકને સંતુલિત કરી શકાય અને એનર્જી લેવલ સ્ટેબલ રહે. માર્કેટિંગની જોબ કરતા હોય અથવા સ્પોર્ટ્સપ્લેયર જે મોટાભાગનો સમય બહાર રહેતા હોય છે એવા લોકોને તો એનર્જીની વધુ જરૂર પડતી હોય છે. તેવામાં ઉનાળામાં મળતાં કેટલાંક ફળોની અમે તમને જણાવીશું..જે એનર્જી લેવલને તરત જ બૂસ્ટ કરશે..

1-કાકડી
કાકડી ઠંડક આપે છે. તેમાં ઠંડકનું પ્રમાણ વધારે, ઓછી કેલરી, હાઈ ફાઇબર, એન્ટિ ઑક્સીડેન્ટ અને વધારે પ્રમાણમાં પાણી હોય છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોટેશિયમનો સારો સ્રોત, વિટામિન C, A અને K વધુ પ્રમાણમાં ધરાવે છે..

કાકડીનો ઉપયોગ કેવી રીતે કરશો?
કાકડીને દહીંમાં ઉમેરીને રાયતું બનાવી શકો છો. અને બપોરે જમવા જોડે તેનું સેવન કરી શકો છો.

2-દ્રાક્ષ
દ્રાક્ષ માઇગ્રેનનો ઇલાજ કરવામાં મદદ કરે છે. દ્વાક્ષ અસ્થમા અને સ્કિન માટે સારી છે, દ્વાક્ષ સનબર્ન સામે રક્ષણ પણ આપે છે ઉપરાંત, કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. દ્વાક્ષ એન્ટિ-એજિંગ એજન્ટ પણ છે. એમાં લો કોલેસ્ટ્રોલ, સેચ્યુરેટેડ ફેટ્સ અને સોડિયમ હોય છે. દ્વાક્ષમાં વિટામીન C અને K નો સારો સ્રોત છે.

દ્વાક્ષનો ઉપયોગ કેવી રીતે કરશો?
દ્રાક્ષનો રસ પાર્ટીમાં સૌથી વધારે ફેવરેબલ છે. દ્રાક્ષ સાથે સફરજન પણ ઉમેરી શકાય. આ રીતે આપણે સુગર ઓછી કરી શકીએ છીએ.

3-નારંગી
મીઠી ઓરેંજ, શરીરની ઇમ્યુનિટી વધારવા, કેન્સર અને કિડની સંબંધિત રોગો અટકાવે છે, યકૃતના કેન્સરનું જોખમ ઘટાડે છે, ચામડી અને બ્લડપ્રેશર માટે નારંગી સારી છે. શરીરને આલ્કલાઇઝ કરે છે, અને સારા કાર્બ્સ ધરાવે છે. ઓરેંજમાં સોલ્યુબલ ફાયબરનો સારો સ્રોત છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ફાયદાકારક છે. નારંગી વિટામિન C નો સમૃદ્ધ સ્ત્રોત છે,

4-તરબૂચ
બધા ફળોમાં સૌથી વધુ મનપસંદ ફળ તરબૂચ હાડકાં માટે સારું છે. શરીરના વજનને ઘટાડવામાં મદદ કરે છે, તરબૂચ સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, વિઝન સુધારે છે અને કોષોના નુકસાન અને બ્લડ સર્ક્યુલેશનને લગતી બીમારીઓને થતી અટકાવે છે.  તરબૂચ પોટેશિયમ, વિટામીન A અને Cનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

તરબૂચનો ઉપયોગ કેવી રીતે કરશો?
તરબૂચ રાત્રે પણ ખાઈ શકાય છે અને તરબૂચનું જ્યુશ બનાવીને પણ પી શકાય છે.

5-કેરી
ફળોનો રાજા અને વર્ષનું સૌથી વધુ રાહ જોવાયેલું ફળ એટલે કેરી. તે નાના-મોટા સૌને ગમે છે. કેરીમાં એન્ટીઑકિસડન્ટનો સારો સ્રોત છે જે કેન્સરથી બચવા માટે મદદ કરે છે. તેમાં રહેલ હાઇ લેવલનાં ફાઇબર શરીર માટે ખૂબ ઉપયોગી છે. બપોરે જમવાની સાથે કાપેલી કેરી અથવા કેરીનો રસ ખાવની મજા પડી જાય છે...

6-વરિયાળી
વરિયાળીનાં બીજ ઠંડા હોય છે. વરિયાળીને પાણીમાં નાખીને પણ પી શકો છો. જો આપને પેટની સમસ્યા છે કે પાચન બરાબર નથી થતું, તો ભોજન બાદ થોડીક વરિયાળી ચાવો.

7-ફુદીનો
ફુદીનાનાં પાંદડાઓમાં કૂલિંગ તત્વો છે. ફૂદીનાને પાણીમાં નાખીને પીવાથી ફાયદો થાય છે

8-નારિયેળ પાણી
નારિયેળ એક સસ્તું અને આરોગ્યપ્રદ ફળ છે કે જેમાં કૂલિંગ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. નારિયેળમાં શુગર, ઇલેક્ટ્રૉલાઇટ તથા જરૂરી મિનરલ્સ હોય છે કે જેથી શરીર હાઇટ્રેડિટ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news