Earthquake in Nepal: ભયાનક ભૂકંપથી થથર્યું નેપાળ, બિહારના ઘણા જિલ્લામાં મહેસૂસ થયા આંચકા

નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે. હાલમાં નોંધાયેલા ભૂકંપોથી નેપાળમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માનહાનિ જોવા મળી હતી. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂ અને પોખારા શહેરની વચ્ચે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Earthquake in Nepal: ભયાનક ભૂકંપથી થથર્યું નેપાળ, બિહારના ઘણા જિલ્લામાં મહેસૂસ થયા આંચકા

World News: નેપાળમાં ફરી એકવાર તેજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની માપવામાં આવી હતી. આજે સવારે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ કાઠમંડુથી 147 કિમી દૂર આવ્યો હતો. નેપાળના સમય અનુસાર સવારે 8:13 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. નેપાળના નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (NEMRC) અનુસાર, ખોટાંગ જિલ્લામાં મારતિમ બિરતા નામના સ્થળે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વ નેપાળના 10 કિમીની ત્રિજ્યામાં નોંધવામાં આવ્યું હતું.

નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા છે. હાલમાં નોંધાયેલા ભૂકંપોથી નેપાળમાં મોટી સંખ્યામાં જાનહાનિ અને માનહાનિ જોવા મળી હતી. 25 એપ્રિલ 2015ના રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂ અને પોખારા શહેરની વચ્ચે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે નેપાળમાં વિનાશ વેર્યો હતો. આ ભૂકંપના કારણે નેપાળમાં 8,964 લોકોના મોત થયા હતા અને લગભગ 22 હજાર લોકો ઘાયલ થયો હતો. નેપાળમાં આવેલા આ વિનાશકારી ભૂકંપને ગોરખા ભૂકંપના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપે ઉત્તર ભારતના ઘણા શહેરો સહિત પાકિસ્તાન અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોને હલાવી દીધા હતા. ભૂકંપના કારણે કાઠમાંડૂનું એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. ભૂકંપના કારણે માઉન્ટ એવરેસ્ટ પર બરફનું તોફાન આવ્યું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા.

An earthquake of magnitude 5.5 on the Richter scale occurred 147 km east-southeast of Kathmandu, Nepal at 0758 hours: National Center for Seismology

— ANI (@ANI) July 31, 2022

આ ભૂકંપે પણ કર્યું હતું ભારે નુકસાન
12 મે 2015માં પણ એક ભૂકંપે વિનાશ વેર્યો હતો. તેનું એપીસેન્ટર ચીની સીમાની પાસે કાઠમાંડૂ અને માઉન્ટ એવરેસ્ટની વચ્ચે હતું. આ ભૂકંપના કારણે 200થી વધારે લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 1934માં નેપાળમાં અત્યાર સુધીનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 નોધવામાં આવી હતી. તેની રાજધાની કાઠમાંડૂ સહિત નેપાળના ભક્તપુર અને પાટનમાં તબાહી મચાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news