US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત, અમેરિકી સેનાએ કર્યો કમાલ


ત્રણ નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર એકાઉન્ટ પર મોટી જાહેરાત કરી છે. 

US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત, અમેરિકી સેનાએ કર્યો કમાલ

નવી દિલ્હીઃ ત્રણ નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મોટી જાહેરાત કરી છે. તેમણે અમેરિકી સ્પેશિયલ ફોર્સની મોટી જીતની જાહેરાત કરી છે. પરંતુ ક્યા મોર્ચા પર અમેરિકી સ્પેશિયલ ફોર્સે સફળતા હાસિલ કરી છે, તે વાતનો ઉલ્લેખ કર્યો નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોર્સને લઈને કહ્યુ કે, આજે અમારી સેનાએ કંઈક મોટુ કામ કર્યું છે. તે યૂએસ સ્પેશિયલ ફોર્સની મોટી જીત છે. 

ટ્રમ્પ અને બાઇડેનનો ચૂંટણી પ્રચાર જોરમાં
આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના તેમના વિરોધી જો બાઇડેને ત્રણ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં તેજી લાવી છે. બંન્ને ઉમેદવાર લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને ઓનલાઇન માધ્યમોથી પ્રચાર કરી જનતાને જણાવી રહ્યા છે કે તેમને કેમ ચૂંટે. 

કોરોનાના કહેરથી બ્રિટન થયું બેહાલ, દેશમાં 1 મહિના સુધી લૉકડાઉન લગાવવાની તૈયારી

શુક્રવારે ટ્રમ્પે ટક્કરના મુકાબલા વાળા રાજ્યો મિશિગન, વિસ્કોન્સિન અને મિનેસોટામાં ત્રણ રેલીઓ કરી હતી. તો બાઇડેન ચૂંટણી પ્રચાર માટે ઝૂમ કોલ સહિત અન્ય વર્ચ્યુઅલ માધ્યમોનો સહારો લઈ રહ્યા છે. તેમણે આયોવા, વિસ્કોન્સિન અને મિનેસોટામાં પણ પ્રચાર કર્યો હતો. 

આ સિવાય ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ એરિજોનામાં છે જ્યારે તેમની ડેમોક્રેટિક પાર્ટીની વિરોધી તથા ઉપરાષ્ટ્રપતિની ઉમેદવાર કમલા હેરિસ ટેક્સાસમાં પ્રચાર કરી રહ્યા છે. તેને રિપબ્લિકનનો ગઢ માનવામાં આવે છે અને રાજકીય નિષ્ણાંતોનું કહેવુ છે કે ટેક્સાસ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. 

ટ્રમ્પના પરિવારના સભ્યો પણ ચૂંટણી પ્રચારમાં ખુબ સક્રિય છે. તેમની પુત્રી ઇવાન્કા અને ટિફની તથા પુત્ર એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર પણ આકરા મુકાબલા વાળા રાજ્યોમાં પોતાના પિતા માટે મત માગી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news