શાળાઓની બેશરમી! ફી તો લાખોમાં પરંતુ શાળા ખોલ્યા બાદ કોરોનાની કોઈ જવાબદારી નહીં

  દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા અંગે સંચાલકોના મંતવ્યોમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે, શાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના થાય તો શાળા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર નહી રહે. સાથે જ ઓફલાઇન શાળાઓ શરૂ થયા બાદ ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રાખવા શક્ય નહી હોવાનાં કારણે તમામ વિદ્યાર્થીઓએ હાજર રહેવું પડશે અથવા તો એટલા અભ્યાસક્રમ ભણવા માટેની તેમણે જાતે વ્યવસ્થા કરવી પડશે. શિક્ષણમંત્રીની સુચનાને પગલે ગ્રામ્ય ડીઇઓ દ્વારા મંગાવાયેલા મંતવ્યોમાં શાળાના સંચાલકોએ શાળા શરૂ કરવાની તો તૈયારી દર્શાવી છે પરંતુ તમામ જવાબદારીઓમાંથી હાથ ઉંચા કરી દીધા છે. 
શાળાઓની બેશરમી! ફી તો લાખોમાં પરંતુ શાળા ખોલ્યા બાદ કોરોનાની કોઈ જવાબદારી નહીં

અમદાવાદ :  દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા અંગે સંચાલકોના મંતવ્યોમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે, શાળા દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના થાય તો શાળા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર નહી રહે. સાથે જ ઓફલાઇન શાળાઓ શરૂ થયા બાદ ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રાખવા શક્ય નહી હોવાનાં કારણે તમામ વિદ્યાર્થીઓએ હાજર રહેવું પડશે અથવા તો એટલા અભ્યાસક્રમ ભણવા માટેની તેમણે જાતે વ્યવસ્થા કરવી પડશે. શિક્ષણમંત્રીની સુચનાને પગલે ગ્રામ્ય ડીઇઓ દ્વારા મંગાવાયેલા મંતવ્યોમાં શાળાના સંચાલકોએ શાળા શરૂ કરવાની તો તૈયારી દર્શાવી છે પરંતુ તમામ જવાબદારીઓમાંથી હાથ ઉંચા કરી દીધા છે. 

શાળાઓ બે પાળીમાં અથવા તો ઓડ ઇવન પદ્ધતીથી શરૂ કરવા વિચારણા
શાળા સંચાલકોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, કોઇ અનહોની થાય તો તેના માટે શાળા સંચાલકો જવાબદાર નહી રહે. સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન માટે શાળાઓ બે કરતા વધારે શિફ્ટમાં ચલાવવી પડે તેમ છે. આ ઉપરાંત ક્લાસમાં નક્કી કરેલી સંખ્યાનાં વિદ્યાર્થીઓ દરરોજ નહી બોલાવીને ઓડ ઇવન રીતે બોલાવવામાં આવે તેવી યોજના અંગે તેઓ વિચારી રહ્યા છે. જો કે આ સરકારનાં આદેશ બાદ જ તેઓ યોજના અમલમાં લાવશે. પરંતુ કોઇ પણ સ્થિતી માટે શાળા સંચાલક મંડળ જવાબદાર નહી રહે અને જવાબદારી પણ તેમની નહી રહે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું. 

હાલ માત્ર ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને જ બોલાવવા અપીલ
કેટલીક શાળાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શરૂઆતી તબક્કામાં માત્ર બોર્ડના વિદ્યાર્થીઓ એટલે કે 10 અને 12નાં વિદ્યાર્થીઓને જ બોલાવવા જોઇએ. તેમના અનુભવના આધારે અન્ય વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવા જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સમગ્ર વિશ્વ સામે પડકાર છે તેવામાં સંચાલન અંગે કોઇ પણ તંત્ર એટલું તૈયાર નથી. તેવામાં અનુભવના આધારે જ આગળ વધવાનું હોવાના કારણે તબક્કાવાર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. અનુભવ બાદ સુધારા વધારા સતત કરતા રહેવા જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news